અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ(ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ)
श्री भगवानुवाच--अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥३॥
શ્રીભગવાન કહે છે-અભય,ચિત્તશુદ્ધિ,જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા,દાન,ઇન્દ્રિયોનો સંયમ,યજ્ઞ,વેદોનું પઠન-મનન,
તપ,સરળતા,અહિંસા,સત્ય,અક્રોધ,સંન્યાસ,શાંતિ,પીઠ પાછળ નિંદા ન કરવી તે,સર્વ પ્રાણી માત્ર પર દયા,
ઇન્દ્રિયોનું નિર્વિકારપણું,નમ્રતા,લોકલાજ અને સ્થિરતા,તેજ,ક્ષમા,ધૈર્ય,પવિત્રતા,અદ્રોહ,નમ્રતા વગેરે બધા,
દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)