Aug 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-912

 

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१४॥

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१५॥

मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१६॥

દેવ,દ્વિજ,ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરસંબંધી તપ કહેવાય છે.

કોઈનું મન ન દુભાય તેવું,સત્ય,મધુર,સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો 

અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.મનની પ્રસન્નતા,સૌજન્ય,મૌન,આત્મસંયમ 

અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬) 

Aug 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-911

 

અધ્યાય-૪૧-શ્રદ્ધાત્રય-વિભાગયોગ(ગીતા-૧૭-શ્રદ્ધાત્રય-વિભાગયોગ)


अर्जुन उवाच--ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥

અર્જુન કહે છે-હે શ્રી કૃષ્ણ,જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને,શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન  કરે છે,

તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)

Aug 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-910

 

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६॥

आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१७॥

'હું ધનવાન છું,હું કુળવાન છું,મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ' આ પ્રકારે આસુરી 

મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.પોતેજ પોતાની પ્રશંસા કરનાર,અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના 

મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ,દંભથી જ યજ્ઞકાર્યો  કરે છે.(૧૭) 

Aug 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-909

 

અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ(ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ)


श्री भगवानुवाच--अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥३॥

શ્રીભગવાન કહે છે-અભય,ચિત્તશુદ્ધિ,જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા,દાન,ઇન્દ્રિયોનો સંયમ,યજ્ઞ,વેદોનું પઠન-મનન,

તપ,સરળતા,અહિંસા,સત્ય,અક્રોધ,સંન્યાસ,શાંતિ,પીઠ પાછળ નિંદા ન કરવી તે,સર્વ પ્રાણી માત્ર પર દયા,

ઇન્દ્રિયોનું નિર્વિકારપણું,નમ્રતા,લોકલાજ અને સ્થિરતા,તેજ,ક્ષમા,ધૈર્ય,પવિત્રતા,અદ્રોહ,નમ્રતા વગેરે બધા,

દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)

Aug 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-908

 

અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ)


श्री भगवानुवाच--ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१॥

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥२॥

શ્રી ભગવાન કહે છે-આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો 

કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે.જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવેત્તા છે.(૧)

તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે.શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.

નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)

Aug 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-907

 

ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१८॥

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१९॥

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥२०॥

જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ટ ગુણમાં 

રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે 

અને પોતાના ગુણોને અતીત સમજે  છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને 

અતિક્રમી જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)