Feb 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1039

 

અભિમન્યુ વધ પર્વ 

અધ્યાય-૩૩-અભિમન્યુના વધનો સંક્ષેપ 


II संजय उवाच II पूर्वमस्मासु भग्नेषु फ़ाल्गुनेनामितौजसा I द्रोणे च मोघसंकल्पे रक्षिते च युधिष्ठिरे II १ II

સંજય બોલ્યો-અતુલ તેજવાળા અર્જુને આપણી સેનામાં પ્રથમ જ ભંગાણ પાડ્યું અને દ્રોણનો સંકલ્પ વ્યર્થ કરીને યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.વળી,તમારા પુત્રોનો યુદ્ધમાં પરાજય થયો,તેમનાં કવચો તૂટી ગયાં હતાં ને તેઓ ધૂળથી ભરાઈ ગયા હતા,ત્યારે દ્રોણાચાર્યની સંમતિ પ્રમાણે તેઓ સૈન્યોને પાછાં વાળી છાવણી તરફ જવા લાગ્યા.તે પછી બીજા દિવસનું સવાર થયું ત્યારે દુઃખી મનવાળો દુર્યોધન વિનય અને અભિમાન સાથે દ્રોણાચાર્યને સર્વ યોધ્ધાઓના દેખતાં કહેવા લાગ્યો કે-

Feb 5, 2026

ભાગવત રહસ્ય-૫૬-Bhgavat Rahasya-56

વ્યાસજીએ અઢાર હજાર શ્લોકોનો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર શકશે નહિ.જન્મથી જ જેને માયાનો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1038

 

અધ્યાય-૩૨-બીજો દિવસ સમાપ્ત-યુદ્ધનું ભયંકર સ્વરૂપ 


II संजय उवाच II प्रतिघातं तु सैनस्य नामृष्यत वृकोदर I सोभ्याहनद गुरुं पष्टया कर्ण च दशभिः शरैः II १ II

સંજય બોલ્યો-દ્રોણાચાર્યથી થતો સૈન્યનો આ નાશ,ભીમસેન સહન કરી શક્યો નહિ,તેણે ગુરુને સાઠ બાણોથી અને કર્ણ પર  દશ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે દ્રોણાચાર્યે સામે તીક્ષ્ણ બાણોથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો.વળી,કર્ણ,અશ્વત્થામા ને દુર્યોધને પણ સાથે મળીને ભીમ પર બાણોનો વરસાદ કરી તેને છાઈ દીધો.ભીમસેને સામો પ્રહાર કરીને તેમને વીંધ્યા.ક્રોધમાં આવી ગયેલા તે સર્વેએ બાણોના પ્રહારથી ભીમને મરણતુલ્ય અવસ્થાએ પહોંચાડી દીધો.તે જોઈને યુધિષ્ઠિરે પોતાના યોદ્ધાઓને આજ્ઞા આપી કે-'જાઓ ભીમને બચાવો' તેમની આજ્ઞાથી સાત્યકિ,નકુલ અને સહદેવ,ભીમ પાસે આવી પહોંચ્યા.

Feb 4, 2026

ભાગવત રહસ્ય-૫૫-Bhgavat Rahasya-55

વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજનું થોડું ચિંતન કરવું પડે છે.ભક્તિમાં –આ-વિઘ્ન કરે છે.વ્યાસજી –બધાં પરમાત્માને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે.
શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1037

 

અધ્યાય-૩૧-નીલરાજાનો વધ 


  II धृतराष्ट्र उवाच II तेश्वनिकेषु भग्नेषु पांडुपुत्रेण संजय I चलितानां द्रुतानां च कथमासीन्मनो हि वः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-પાંડુપુત્ર અર્જુને જયારે સૈન્યમાં ભંગાણ પાડ્યું ત્યારે આમતેમ નાસભાગ કરીને ચલિત થયેલાઓનું 

મન કેવું થઇ ગયું હતું?કોઈ સ્થળે પણ સ્થિતિને નહિ જોનારાં સૈન્યોમાં જે વેળા ભંગાણ પડ્યું હશે તે વેળા 

તેમને પુનઃ શત્રુઓ સામે ગોઠવવાં અશક્ય થયાં હશે,માટે તે સંબંધમાં જે બન્યું હોય તે મને કહે.

Feb 3, 2026

ભાગવત રહસ્ય-૫૪-Bhgavat Rahasya-54

પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને મૃત્યુની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યારે શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી 
વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.