Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts
Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts

Dec 11, 2020

ભાગવત રહસ્ય -૪૭૩

રુક્મિણી (લક્ષ્મીજી) જોડે ઉભાં છે તે કહે છે કે-નાથ,આ ગરીબ બ્રાહ્મણ તમને શું આપશે?તમારે તેને કંઈક આપવું જોઈએ.તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલું.કૃષ્ણ કહે છે કે-મારે તેને કંઈ આપવું નથી,મારે તો મિત્રનું ખાવું છે,મને ભૂખ લાગી છે.લક્ષ્મીજી(રુક્મિણી) કહે છે કે –આ ગરીબ બ્રાહ્મણ તેની પાસે કંઈક હશે તો આપે ને?

Dec 10, 2020

ભાગવત રહસ્ય -૪૭૨

સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા.આખો દિવસ જપ કરતા,એટલે પગમાં જોડા પહેરતા નહિ.તેથી પગમાં અનેક કાંટાઓ વાગેલા હતા.પ્રભુ પોતાના અશ્રુજળથી સુદામાના પગ પખાળે છે ને સાથોસાથ સુદામાના પગના કાંટા પણ કાઢે છે!!!!એક કાંટો જરા વધારે ઊંડો પેસી ગયેલો,એ કાંટો છે સુદામા ના પગમાં પણ ખૂંચે છે,શ્રીકૃષ્ણ ના હૃદયમાં.......
ભગવાને રુક્મિણીને કહ્યું કે –દેવી કાંટો કાઢવા સોય લાવો. રુક્મિણી સોય લેવા ગયાં.રુક્મિણીને સોય લઇ આવતાં વિલંબ થયો તે માલિકથી સહન થતું નથી,તેમનાથી રહેવાયું નહિ અને સુદામા ચરણને પોતાના બે હાથથી પકડી પોતાના દાંતો વડે કાંટાને કાઢવા લાગ્યા!!!!

Dec 9, 2020

ભાગવત રહસ્ય -૪૭૧

દ્વારપાળ મહેલની અંદર ગયો  અને શ્રીકૃષ્ણને વંદન કરીને બોલ્યો કે-માલિક,બહાર એક બ્રાહ્મણ આવ્યો છે,ફાટેલી પોતડી પહેરી છે,શરીરના હાડકાં દેખાય છે,શરીર અત્યંત દુર્બળ છે,આંખો ઊંડી ઉતરી ગઈ છે,પણ મુખ પર દિવ્ય તેજ છે.અમે તેમનું સન્માન કરીએ તો તે કાંઇ લેતો નથી,અને કહે છે કે-હું માગવા નહિ પણ મળવા આવ્યો છું.મારે માલિકના દર્શન કરવાં છે,હું માલિકનો મિત્ર છું,મારું નામ સુદામા છે.

Dec 8, 2020

ભાગવત રહસ્ય -૪૭૦

પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારકાનાથને મળવા જવા નીકળ્યા છે.બહુ ઠંડી છે,શરીર થરથર કંપે છે,પંદર દિવસથી અન્ન શરીરમાં ગયું નથી,શરીર અત્યંત દુર્બળ અને અશક્ત છે.સુદામા રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે કે દ્વારકાનાથનાં દર્શન થશે કે નહિ?દ્વારકા પહોચીશ કે નહિ?બે માઈલ સુધી ગયા છે પણ વિચારોમાં અને શરીરની અશક્તિને લીધે ચક્કર આવે છે,અને એક ઝાડ નીચે પહોંચતાં પહોંચતાં તેઓ પડી ગયા છે.મૂર્છા આવી છે.

Dec 7, 2020

ભાગવત રહસ્ય -૪૬૯

સુશીલા કહે છે કે-હું એમ નથી કહેતી કે તમે માગવા જાવ.પ્રભુને તો હજાર આંખો છે.બાગમાં જઈ ને બેસો તો પુષ્પની સુવાસ માગ્યા વગર આવે છે.ભગવાન પાસે માંગવાની કોઈ જરૂરત રહેશે જ નહિ,તમને જોતાં જ તે સર્વ હકીકત સમજી જશે.તે ઉદાર એવા છે કે આત્મા નું પણ દાન કરે છે.પ્રભુને ત્યાં માગવા નહિ પણ તેમને મળવા જાવ.તેમનાં દર્શન કરવા જાવ.

Dec 6, 2020

ભાગવત રહસ્ય -૪૬૮

જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે.
ભાગવતની કથા કરતાં કરતાં શુકદેવજી ને બે વખત સમાધિ લાગેલી છે.
પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે,(શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું  રૂપ લઇ ને ગયા ત્યારે) અને બીજી વખત –આ સુદામા ચરિત્રનું વર્ણન કરતી વખતે.

Dec 5, 2020

ભાગવત રહસ્ય -૪૬૭

જરાસંઘના પિતા બૃહદ્રથ મોટા ધર્માત્મા અને સત્યવાદી રાજા હતા.પણ તેમને કોઈ સંતાન નહોતું.એક વખત કૌશિક મુનિ તેમના નગરમાં આવ્યા,રાજાએ તેમની પૂજા કરી સન્માન કર્યું.મુનિએ રાજાને વરદાન માગવા કહ્યું, રાજાએ પુત્ર-પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી.
ત્યારે મુનિએ ફળ આપ્યું અને કહ્યું કે આ તારી રાણીને ખવડાવજે તેથી તેને પુત્ર થશે.

Dec 4, 2020

ભાગવત રહસ્ય -૪૬૬

નારદજી તે પછી જુદા જુદા મહેલ માં ગયા.દરેક મહેલમાં શ્રીકૃષ્ણ હાજર છે.
કોઈ મહેલમાં તે બાળકો ને રમાડે છે,કોઈ મહેલમાં ભોજન કરે છે,કોઈ મહેલમાં જપ કરે છે.નારદજી જ્યાં જાય છે,ત્યાં ભગવાન છે.ભગવાને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો છે.ફરતાં ફરતાં નારદજી થાકી ગયા છે,વિચારે છે કે હવે ક્યાંય જળપાનનો પ્રબંધ થાય તો સારું.તે બીજા એક મહેલમાં પ્રવેશ્યા,તો ત્યાં ભગવાન પૂછે છે કે –નારદજી ક્યારે આવ્યા? નારદજી તો ચાર કલાકથી અથડાતા હતા છતાં તેમણે કહ્યું કે –અત્યારેજ આવ્યો.

Dec 3, 2020

ભાગવત રહસ્ય -૪૬૫

ચિત્રલેખાએ પોતાની યોગ-વિદ્યાના બળથી,પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવ્યો છે.અને આકાશ માર્ગે તે જવા લાગી. અહીં સુદર્શન અને નારદજી વાતો કરે છે ત્યાં ઉપરથી પુષ્પ ની માળા પડી,સુદર્શને ઉપર જોયું,તો તેને વિમાન જેવું દેખાયું.તે નારદજી ને પૂછે છે કે-મહારાજ,મહેલમાં કાંઇ ચોરી તો નથી થઈને ? સવાર પડ્યું,જુએ તો અનિરુદ્ધ ના મળે.
સર્વને આ વાતની જાણ થઇ.શ્રીકૃષ્ણે સુદર્શનને પૂછ્યું-કે-રાતે શું કરતો હતો ? સુદર્શને કહ્યું કે-નારદજી જોડે સત્સંગ કરતો હતો.ભગવાને તેને ઠપકો આપ્યો.“તારી નોકરી છોડી સત્સંગ કરવાની તારે શી જરૂર હતી ?”

Dec 2, 2020

ભાગવત રહસ્ય -૪૬૪

શ્રીકૃષ્ણ રુક્મિણીને કહે છે કે-'દેવી તમને થશે કે- મારી જરૂર નહોતી તો મને શું કામ લેવા આવ્યા ?પણ હું તમારા માટે નહિ પણ રાજાઓને મારું પરાક્રમ બતાવવા આવ્યો હતો.
દેવી,હજુ કશું બગડી ગયું નથી' આમ કહી 'પોતે મનથી રુક્મિણીનો ત્યાગ કર્યો છે' તેવું રુક્મિણીને બતાવે છે.આ સાંભળી રુક્મિણી ગભરાયાં છે,”નાથ,મારો ત્યાગ ના કરો” એમ કહેતાં તેમને મૂર્છા આવી ગઈ છે.

Dec 1, 2020

ભાગવત રહસ્ય -૪૬૩

ગીતામાં પણ મુખ્ય ”અનાશક્તિ” નો બોધ આપેલો છે.પણ અનેક લોકો પોતપોતાની રીતે જુદુંજુદું કહે છે.કેટલાક તેને કર્મપ્રધાન,તો કેટલાક ભક્તિપ્રધાન તો કેટલાક તેને જ્ઞાનપ્રધાન કહે છે. પણ,વાસ્તવમાં,ગીતામાં ત્રણેય (કર્મ-ભક્તિ અને જ્ઞાન) પ્રધાન છે.
શંકરાચાર્યજી એ કહ્યું છે કે-ચિત્ત (મન) ની એકાગ્રતા માટે કર્મ (ઉપાસના-યોગ) આવશ્યક છે,કર્મ કરો અને તે જો ભક્તિપૂર્વક કરો (હું અને મારો ઈશ્વર=દ્વૈત=ભક્તિ) તો ચિત્ત જલ્દી એકાગ્ર થાય છે.ઈશ્વર માં ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન મળવાનું જ.
જ્ઞાન એ પરમાત્મા નો અનુભવ સિદ્ધ કરી આપે છે.આત્મા-પરમાત્માની એકતા સિદ્ધ કરી આપે છે.

Nov 30, 2020

ભાગવત રહસ્ય -૪૬૨

રુક્મિણીજીને ત્યાં પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે.પ્રદ્યુંમને શમ્બરાસુરનો વધ કર્યો.
શ્રીકૃષ્ણનું બીજું લગ્ન સત્યભામા સાથે,ત્રીજું લગ્ન જાંબવતી સાથે,ચોથું યમુનાજી,
પાંચમું મિત્રવૃંદા,છઠ્ઠું લક્ષ્મણાજી,સાતમું નાગ્નજીતી અને આઠમું ભદ્રા સાથે થયું છે. 
આ પ્રમાણે આઠ લગ્નો થયાં છે.શ્રીકૃષ્ણ ની આઠ પટરાણીઓ છે.

Nov 29, 2020

ભાગવત રહસ્ય -૪૬૧

આ બાજુ દાઉજીને ખબર પડી કે શ્રીકૃષ્ણ, રુક્મિણીનું હરણ કરવા ગયા છે,તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને યાદવ સેના સાથે તેમણે રાતો રાત પ્રયાણ કર્યું. સમયસર પહોંચી ને શિશુપાલ તથા જરાસંઘ ની સેના સાથે યુદ્ધ કરીને તેમની સેના છિન્ન-ભિન્ન કરી નાંખી .શિશુપાલ,જરાસંઘ અને બીજા ભાડુતી રાજાઓ પણ જાન બચાવવા ભાગી ગયા છે.

Nov 28, 2020

ભાગવત રહસ્ય -૪૬૦

સુદેવ બ્રાહ્મણે રુક્મીણીજી ને કહ્યું કે-'બેટા,દ્વારકાનાથ ને લઈને આવ્યો છું,પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે.તું ચિંતા કરીશ નહિ,તું અંબાજીની પૂજા કરવા જઈશ,ત્યાં દ્વારકાનાથ રથને ઉભો રાખશે,અને તને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશે'આ સાંભળી રુક્મિણીને બહુ આનંદ થયો છે,બ્રાહ્મણને વારંવાર વંદન કરીને પૂછે છે કે-હું તમારી શુ સેવા કરું ?તમને શુ આપું ?
બ્રાહ્મણ કહે છે કે-'મારે કોઈ વસ્તુની જરૂર નથી,મેં જે કાંઇ કર્યું છે તે તે કોઈ વસ્તુ લેવા માટે નહિ,મને કોઈ અપેક્ષા નથી.

Nov 27, 2020

ભાગવત રહસ્ય -૪૫૯

પત્રમાં શ્રીકૃષ્ણ ને બે,સુંદર સંબોધનો કર્યા છે. અચ્યુત અને ભુવન-સુંદર.
જેને કામનો સ્પર્શ થતો નથી તે અચ્યુત.અને જે નિષ્કામ છે તે જ સુંદર છે.
કારણકે એકવાર કામનો સ્પર્શ થયા પછી,સૌન્દર્યનો વિનાશ થાય છે.શ્રીકૃષ્ણ ભુવન-સુંદર છે.
જ્ઞાની પુરુષો મનને સમજાવે છે કે આ સંસાર સુંદર નથી 
પણ સંસારને બનાવનાર-સર્જનહાર સુંદર છે.

Nov 26, 2020

ભાગવત રહસ્ય -૪૫૮

શુકદેવજી પરમહંસ છે.પરમહંસ તેને કહે છે કે જે પરમાત્મા સાથે પરણે છે.(જેનું ઈશ્વર સાથે મિલન થયું છે) શુકદેવજીનું લગ્ન (મિલન) પરમાત્મા સાથે થયું છે.અહીં ભાષા લગ્ન ની છે.પણ તાત્પર્ય એ છે કે-જીવને ઈશ્વર સાથે લગ્ન કરવાનું છે.(જીવ-ઈશ્વરનું મિલન)
રુક્મિણી એ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે-કે-મારે કામી પુરુષ સાથે પરણવું નથી.કામી રાજાઓ તો શિયાળવાં જેવાં છે.તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી.તેમની સામે જોવાની પણ ઈચ્છા થતી નથી.મારે કોઈ રાજાની રાણી થવું નથી.તમે નિષ્કામ છો,હું નિર્વિકાર છું.મારે તમારી સાથે પરણવું છે.

Nov 25, 2020

ભાગવત રહસ્ય -૪૫૭

પરીક્ષિત કહે છે-કે-રુક્મિણી હરણની કથા વિસ્તારથી સાંભળવાની મારી ઈચ્છા છે,
શુકદેવજી કહે છે-કે રાજા,શ્રવણ કરો.મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે.તેને પાંચ પુત્રો અને એક કન્યા છે,મોટા પુત્રનું નામ –રુક્મિ અને કન્યા નું નામ –રુક્મિણી છે.
રુક્મિણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે.ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે મારી કન્યાનું લગ્ન હું શ્રીકૃષ્ણ સાથે કરીશ.પણ પુત્ર રુક્મિએ વિરોધ કર્યો અને કહ્યું કે મારી બહેન હું ગોપાળને નહિ આપું,પણ તેનું લગ્ન હું શિશુપાળની સાથે કરાવીશ.

Nov 24, 2020

ભાગવત રહસ્ય -૪૫૬

કાળ-યવનનો નાશ કરી અને મુચુકુન્દને મુક્તિનો ઉપદેશ આપી,પ્રભુ દ્વારકા પધાર્યા છે.
મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન થયું નથી,દ્વારકા આવ્યા પછી બધાં લગ્નો થયા છે.
મહાપુરુષો કહે છે કે-એક એક ઇન્દ્રિયોના દ્વાર ઉપર કાબુ મેળવો,બ્રહ્મ-વિદ્યાને પ્રાપ્ત કરો,તે પછી લગ્ન કરો.યોગ વિનાનો ભોગ રોગી બનાવે છે.તપશ્ચર્યા (યોગ) ન હોય તો ભોગ,શરીર ને રોગી બનાવશે.ઇન્દ્રિયના ગુલામ થઇને લગ્ન ના કરો,જીતેન્દ્રિય થઇને લગ્ન કરો.તેથી ગૃહસ્થાશ્રમ પહેલાં બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યો છે.

Nov 23, 2020

ભાગવત રહસ્ય -૪૫૫

કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા,શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી.એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા,તેથી તેમનું નામ પડ્યું “રણછોડ”

Nov 22, 2020

ભાગવત રહસ્ય -૪૫૪

મહાપુરુષો કહે છે કે-જન્મ-મરણના ત્રાસમાંથી છુટવા માટે,
રોજ સાદું ભોજન લેવાનું રાખી,૨૧૦૦૦ (કોઈ પણ) નામ-જપ,નિયમ-પૂર્વક કરો.
જપ વિના પાપ અને વાસના છૂટતાં નથી.”મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી” એવું બહાનું બતાવવું તે અજ્ઞાન છે.ભલે મન બીજે ભટકે પણ સતત જપ કરશો તો પછી મન જરૂર સ્થિર થશે.કાંઇક પણ સાધન (નિયમ) કરશો તો પ્રભુ સાથે પ્રેમ થશે અને બ્રહ્મ-સંબંધ થશે.