Sep 8, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-01

 

નારદ,ભક્તિસૂત્રોના પ્રણેતા (આચાર્ય) છે.અને તેમણે ૮૪ સૂત્રોમાં ભક્તિ વિષે કહ્યું છે.

अथातो भक्तिं व्याख्यास्यामः (1)

હવે ભક્તિની વ્યાખ્યા કરીશું (1)


सा त्वस्मिन् परमप्रेमरूपा (2)

તે (ભક્તિ)કે જે તેના પ્રત્યે (પરમાત્મા પ્રત્યે) 'પરમ-પ્રેમ-રૂપ' છે(2)


અહીં 'તેના પ્રત્યે' અને 'પરમ-પ્રેમ' -એ બંને શબ્દો અત્યંત મહત્વના છે.

કશાક તરફ આંગળી ચીંધીને- નારદજીએ તેનું કશું નામ આપ્યું નથી,છતાં પણ 'તેના પ્રત્યે' કહીને,

કોઈ નિરાકાર-અનામ-નિષ્કામ  એવા 'પરમાત્મા' (ઈશ્વર કે બ્રહ્મ) તરફ જ ઈશારો કર્યો છે.

આમ જુઓ તો,નારદ પોતે  'નારાયણ'ના ભક્ત છે,પણ તે 'નારાયણ' નામનો ઉલ્લેખ અહીં,કરતા નથી.

વળી,નારદજી માત્ર 'પ્રેમ' શબ્દ પણ કહી શકત,પણ તેમ નહિ કરતાં તેમને અહીં  'પરમ-પ્રેમ' શબ્દ કહ્યો છે.

ભક્તિને સમજવા,(ભક્તિની વ્યાખ્યામાં) આ બંને શબ્દોને બરોબર રીતે સમજવા જરૂરી લાગે છે.

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination

Click on Post number

01--02--03--04--5--6--7--8--9--10--11--12--13--14--15--16--17--18
-----------------------------------------------------------------------------------------------------------------------
This is the full book

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-32

૪--પ્રાણાયામ--નો અર્થ છે પ્રાણ પર કાબૂ--પ્રાણ અને અપાનને સમ(સરખા) કરવા,પ્રાણાયામ=પ્રાણ+આયામ
"પ્રાણ" નો અર્થ છે-શરીરની અંદરની જીવન-શક્તિઓ અને "આયામ" નો અર્થ છે કાબૂમાં લેવી.
પ્રાણાયામ-ના-રેચક (શ્વાસને છોડવો)-પૂરક (શ્વાસને લેવો) અને કુંભક (શ્વાસ ને થોભાવવો) -એવા વિભાગ છે.
દરેક વખતે ॐ કે ગાયત્રી-મંત્ર -કે ઈશ્વર ના કોઈ પણ પવિત્ર નામનો ઉચ્ચાર કરવો-તે વધુ સારું છે.

Sep 7, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-31

રાજયોગ-સંક્ષિપ્તમાં
યોગ-રૂપી અગ્નિ -એ મનુષ્યના આસપાસ રહેલું પાપનું પિંજર બાળી કાઢે છે.યોગથી ચિત્ત શુદ્ધ થાય છે અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.યોગથી જ્ઞાન આવે છે અને એ જ્ઞાન -પાછું યોગીને -નિર્વાણના પંથમાં સહાય કરે છે.જે મનુષ્ય પોતામાં યોગ અને જ્ઞાન -એ બંનેનો સમન્વય કરે છે,તેના પર ઈશ્વર કૃપા કરે છે.જેઓ,દિવસમાં ઓછામાં ઓછા એકવાર-અથવા તો બે-કે-ત્રણ વાર-હંમેશા આ "મહાયોગ" (રાજયોગ) નો અભ્યાસ કરે છે-તેઓને દેવ-સમાન જ સમજવા.