Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts
Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts

Mar 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૨

ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો. 
અથવા તો જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?

Mar 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૧-અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ

અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે-'સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ-બ્રહ્મરૂપ-વિશ્વરૂપ) છે'
જેના લીધે અર્જુનનો 'મોહ'-તો નાશ પામ્યો.પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણના સાકાર દેવ-સ્વરૂપમાં – શ્રીકૃષ્ણના તે 'વિશ્વરૂપ' ના દર્શન કરી શકતો નથી.

Mar 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૦

---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
   -વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
   -‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છાથી કરવા માં આવતો –વાદ-હું છું.
   -અક્ષરોમાં –-કાર-હું છું.અને સમાસોમાં –દ્વંદ-નામનો સમાસ હું છું.
   -સર્વને (કીડીથી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું..(૩૨-૩૩)

Mar 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ? 
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને
   -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું..(૨૦)

Mar 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૮

જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે–તે સંસાર) છે-તે ઈશ્વરની માયા છે,
અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વરની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે(એટલે-કે-ઈશ્વરનો વિસ્તાર,ઈશ્વરની માયા(યોગ શક્તિ) થી થાય છે-એ તત્વને જાણે છે) તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાનને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)

Mar 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૭

શ્રીકૃષ્ણ કહે છે-કે-દેવો અને મહર્ષિઓને પણ મારી “ઉત્પત્તિ” વિષે જાણ નથી.
સકળ સૃષ્ટિમાં, માત્ર,હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિઓનું આદિ (મૂળ) કારણ છું.(૨)
પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ જાણવામાં વેદોની વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.
જે પ્રમાણે,માતાના ઉદરમાં રહેલો ગર્ભ,માતાની ઉંમર જાણવા માટે અસમર્થ છે,તે પ્રમાણે,
પરમાત્મામાંથી જ ઉદભવેલા દેવો-પરમાત્માને જાણવા સમર્થ નથી.

Mar 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૬-અધ્યાય-૧૦-વિભૂતિયોગ

અધ્યાય-૧૦-વિભૂતિયોગ
જ્ઞાનેશ્વર અત્યાર સુધીમાં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયને –પૂર્વ ખંડ- કહે છે. 
અને હવે પછી આવનારા ૯ થો ૧૮ અધ્યાયને –ઉત્તરખંડ –કહે છે.
હવે આ પૂર્વખંડમાં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયોનું –થોડું ચિંતન કરીને પછી આગળ વધીશું.

Mar 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૫

જે પ્રમાણે અગ્નિમાં શેકેલાં બીજને અંકુર ફૂટતાં નથી, તે પ્રમાણે-નિષ્કામ બુદ્ધિ થી પરમાત્માને અર્પણ કરેલાં શુભ કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી.એટલે કે જો કર્મો જ ઈશ્વરને અર્પણ કરવામાં આવે તો-તે-જ-વખતે જન્મ-મરણનો ફેરો ટળી જાય છે-
કર્મનું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખોની આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે.(૨૮)

Mar 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૪

પોતાનું (આપણું) “પોતાપણું (હું પણું-અહમ)” પરમાત્મામાં અર્પણ કર્યા સિવાય –
પરમાત્મામાં –આપણો ખરો પ્રેમ ઉત્પન્ન થયો છે- એવું કહી શકાય નહિ.
“હું ઈશ્વરનું જ્ઞાન ધરાવું છું” આવું  જ્ઞાન ધરાવવાનું અભિમાન જે રાખે છે-તેને ઈશ્વરનું જ્ઞાન નથી. “હું કૃતાર્થ થયો છું” એમ જે અભિમાન  કહે તે સાચી રીતે કૃતાર્થ થયો નથી.“હું મુક્ત થયો છું” એમ જે  અહમથી બોલે- તે મુક્ત થયો નથી.“મેં યજ્ઞ કર્યા,મેં ધર્માચરણ કર્યા,મેં તપ કર્યા” આવો જેને ઘમંડ છે-તેને ઈશ્વરની પ્રાપ્તિની યોગ્યતા નથી.

Mar 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૩

શ્રીકૃષ્ણ કહે છે-કે-જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરી-મારી ઉપાસના કરે છે-અને  
પોતાનું મન સંપૂર્ણપણે-પૂર્ણ ભાવથી મારામાં અર્પણ કરી દે છે,-એટલે કે-જે મારી “સંપૂર્ણ શરણાગતિ” સ્વીકારીને પોતાનો સર્વ બોજો (ભાર) મારા પર નાંખી દે છે, તેમના
યોગક્ષેમને (જીવન નિર્વાહને) હું ચલાવ્યા કરું છું (યોગક્ષેમ વહામ્યહમ) (૨૨)

Mar 11, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-મેં મનુષ્ય-દેહ ધારણ કરેલો હોવાથી,મૂર્ખ લોકો મારી ઉપેક્ષા (અવજ્ઞા) કરે છે.
કારણ કે “હું સર્વ જીવોનો સ્વામી (માલિક) છું, એવું મારું જે ઉત્કૃષ્ટ (નિરાકાર-નિર્ગુણ-સત્ય) સ્વરૂપ છે-તેનું જ્ઞાન –તે (મૂર્ખ) લોકો ને જ હોતું નથી.”.(૧૧)
જેને કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે-અથવા-
જો મનુષ્યને તાવ આવ્યો હોય તો તેને દૂધ પણ ઝેર જેવું કડવું લાગે છે,
તેમ મૂર્ખ લોકોને પરમાત્માના નિર્મળ સ્વરૂપમાં દોષ જ દેખાય છે.

Mar 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૧

પ્રાણીમાત્રની ઉત્પત્તિ-સ્થિતિ-અને લય –એ ત્રણે અવસ્થા નું કારણ “માયા” છે.
જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા 
કલ્પના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપમાં લય પામે છે. (પ્રલય=લયનો સમય) 
અને બીજા કલ્પ ના આરંભમાં.
ફરીથી જીવોને ઉત્પન્ન પણ પરમાત્મા –પ્રકૃતિના આધારે કરે છે.(૭)

Mar 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૦-અધ્યાય-૯

અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-કે-
જે જ્ઞાનને જાણવાથી આ અશુભ સંસારમાંથી મુક્ત થવાય છે-તે અત્યંત ગુહ્ય (ગુપ્ત) જ્ઞાન –વિજ્ઞાન સહિત તને (ફરીથી) કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા (રાજ-વિદ્યા) સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ (રાજ-ગુહ્ય) છે.
-પવિત્ર છે,-ઉત્તમ છે,-પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે તેમ છે,-ધર્મને અનુસરનારુ છે,
-સહેલાઈથી પ્રાપ્ત થનારું છે,અને -અવિનાશી (નાશ ન પામે તેવું) છે ((૧-૨) 

Mar 7, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૯

પરમાત્મા (બ્રહ્મ)નો જે “અવ્યક્ત” ભાવ છે(નિરાકાર-નિર્ગુણ) તેને અક્ષર(નાશ ન પામનાર) કહે છે.અને તેને જ “પરમ ગતિ” કહેવામાં આવે છે. પરમાત્માનું એ પરમધામ છે.
કે જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી ફરીથી ત્યાંથી પાછા આવતા નથી.પરમાત્માના આ પરમધામમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે.જેનાથી (જે પરમાત્માથી) 
આ જગત વ્યાપ્ત છે-તે –“પરમ પુરુષ”  અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૧-૨૨)

Mar 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૮

અંત (મરણ) સમયે આવી રીતે કારનું સ્મરણ કરવું તે સામાન્ય માનવી માટે સહેલું નથી.
બધા જ લોકો આમ કરી શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ) જીવનભર ઈશ્વરનું સતત સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.જે બીજા કોઈ પણ પદાર્થનો વિચાર નહિ કરતાં-એક ચિત્તથી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણ કરે છે-તેને–અંત સમયે પરમાત્માનું જ સ્મરણ રહે છે-અને-
પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે (પામી શકાય છે).(૧૪)

Mar 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૭

સાધારણ નિયમ એવો છે કે-અંતસમયે (મરણ સમયે) અંતઃકરણમાં જેનું સ્મરણ થાય છે, અથવા મનમાં વાસનાઓ રહી જાય છે-તો-જ- તેનો  બીજો જન્મ થાય છે.એટલે-કે- 
જે મનુષ્યો-મનમાં જે જે ભાવ લાવીને –શરીરને છોડે છે-(મૃત્યુ પામે છે) –
તે તેમના બીજા જન્મમાં -આગળના જન્મમાં મરતી વખતે  મનમાં જે ભાવ હતા –
તેવા ભાવ સાથે જ તે જન્મ લે છે.(૬)

Mar 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૬-અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ

અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ-૧
અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે-કે-
“બ્રહ્મ” એટલે શું ? “કર્મ” શાનું નામ છે ? “અધ્યાત્મ” શેને કહેવામાં આવે છે ? “અધિભૂત”-“અધિદૈવ”-“અધિયજ્ઞ” એટલે શું ? તે મને જરા વિગતથી સમજાવો.
જેણે અંતઃકરણને –સ્વાધીન-કર્યું છે-તે મરણ વખતે તમને કેવી રીતે ઓળખી શકે છે-
તેનું રહસ્ય મને સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે સમજાવો.(૧-૨) 

Mar 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૫

માયા (પ્રકૃતિ)થી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) -પરમાત્મા–માયાના પડદાને લીધે- સર્વને સ્પષ્ટ
દેખાતા નથી.અને મૂઢ  (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્માને  (પરમાત્મ-તત્વને) જાણતા નથી (૨૫) 
માયાના પડદાને લીધે જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે-અને જેમની બુદ્ધિ “હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે-તેને (આત્મા અને) પરમાત્મા–ક્યાંથી દેખાય ???
બાકી જેમાં પરમાત્મા નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!

Mar 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૪

આકાશમાં રહેલો “અહીં તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશથી જુદું લાગતું નથી.એટલે કે –એમ કહી શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય.
બીજી રીતે કહીએ તો-જો વાયુને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.

Mar 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૩

આ દૃશ્ય જગત (જે આંખથી દેખાય છે-તે જગત) એ –મૃગજળ જેવું છે.
મૃગજળનું મૂળ જોવા જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.
તેવી જ રીતે –આ દૃશ્ય જગતનું મૂળ જોવા જઈએ તો-
તે માત્ર પ્રકૃતિ  (માયા)  નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે,સોનાના મણકા કરીને,તેને સોનાના તારમાં જ પરોવ્યા હોય,તે પ્રમાણે,સર્વ જગત(સોનાના મણકા) એ-બ્રહ્મ(સોનાનો તાર-પરમાત્મા)માં જ ઓતપ્રોત ગુંથાયેલું છે.(૭)