Mar 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1078

 

અધ્યાય-૭૮-સુભદ્રાનો વિલાપ 


 II संजय उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य केशवस्य महात्मनः I सुभद्र पुत्रशोकार्ता विललाप सुदुःखिता II १ II

સંજય બોલ્યો-અતિ દુઃખી થયેલી તથા પુત્રના શોકમાં વિહવળ બનેલી સુભદ્રા,કેશવનું વચન સાંભળીને વિલાપ કરવા લાગી.

'હા પુત્ર,મારા મંદ ભાગ્યે તારા પિતા સરખો પરાક્રમી છતાં તું રણમાં જઈને કેવી રીતે મરણ પામ્યો?હવે મને તારું કમળ સરખું શ્યામ મોં ક્યાંથી દેખાશે?ખરેખર રણમાંથી પાછી પાની નહિ કરનાર શૂરવીરને આજે રણમાં પડેલો બધા જુએ છે.પૂર્વે શયન વખતે સુંદર ચાદરોથી જે શરીરને ઓઢાડવામાં આવતું હતું તે સુખને જ તું યોગ્ય છે છતાં આજે તું બાણોથી વીંધાઇને કેમ રણભૂમિ પર સૂતો છે? 

Mar 17, 2026

ભાગવત રહસ્ય-૯૫-Bhgavat Rahasya-95

ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1077

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું સુભદ્રાને આશ્વાસન 


 II संजय उवाच II ता निशा दुःखशोकार्तौ निःश्वसंतावियोरगौ I निन्द्रा नैवोपलेभाते वासुदेवधनंजयौ II १ II

સંજય બોલ્યો-દુઃખ અને શોકથી પીડાતા તથા સર્પની જેમ મોટા નિશ્વાસ મુકતા શ્રીકૃષ્ણ તથા અર્જુનને તે રાત્રે નિંદ્રા આવી જ નહિ.નરનારાયણને એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા જાણીને ઇન્દ્ર સહિત દેવો પણ ગભરાઈ ગયા ને વિચારમાં પડી ગયા કે-'હવે શું થશે?' તે સમયે અતિદારુણ,કર્કશ અને ઘોર ઉત્પાતને સુચવનારા વાયરા વાવા લાગ્યા અને કડાકાઓની સાથે વીજળીના ઝબકારા સાથે શુષ્ક વજ્રપાતો થવા લાગ્યા,ને પર્વતો ને વનો સહીત પૃથ્વી કંપવા લાગી.જોતાં,રૂવાં ઊભા થઇ જાય તેવા તે દારુણ ઉત્પાતોને જોઈને તેમ જ મહાબળવાન અર્જુનની પ્રતિજ્ઞાને સાંભળીને સૈનિકો બેબાકળા થઇ ગયા.

Mar 16, 2026

ભાગવત રહસ્ય-૯૪-Bhgavat Rahasya-94

સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1076

 

અધ્યાય-૭૬-શ્રીકૃષ્ણ પ્રત્યે અર્જુનનાં વચનો 


 II अर्जुन उवाच II षडरथान्धातरराष्ट्रस्य मन्यसे यान्बलाधिकान I तेषां वीर्य ममार्धेन न तुल्यमिति मे मतिः II १ II

અર્જુન બોલ્યો-હે શ્રીકૃષ્ણ,તમે એ દુર્યોધનના છ મહારથીઓને અધિક બળવાન માનો છો,પણ તે બધાનું પરાક્રમ મારા અર્ધા પરાક્રમ જેટલું છે એમ હું નિશ્ચય માનું છું.જયદ્રથનો વધ કરવા ઇચ્છીને હું આવતી કાલે સર્વનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી કેવો નાશ કરું છું-તે તમે જોશો.અરે,દ્રોણાચાર્ય જોતા રહેશે ને હું સિંધુરાજના મસ્તકને પૃથ્વી પર પાડી દઈશ.હે મધુસુદન,

ધારો કે,સાધ્યો,વસુઓ,રુદ્રો,દેવો,ગંધર્વો આદિ સહીત કોઈ પણ સ્થાવર જંગમ પ્રાણીઓ સિંધુરાજનું જો રક્ષણ કરશે તો પણ હું બાણો વડે તે સર્વનો નાશ કરીશ તે તમે જોશો,આ હું સત્યના ને મારા આયુધના સોગંધ ખાઈને કહું છું.

Mar 15, 2026

ભાગવત રહસ્ય-૯૩-Bhgavat Rahasya-93

જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠાનો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-ને અતિસાવધ રહેવાથી કામને 
જીતી શકાય છે.પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાક મહાત્માઓને-માયા-એ- કીર્તિમાં ફસાવે છે.
સાધુ મહાત્માઓને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1075

 

અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણ વચન 


 II संजय उवाच II प्रतिज्ञाते तु पार्थेन सिन्धुराजवदे तदा I वासुदेवो महाबहुर्धनंजयभाषत II १ II

સંજય બોલ્યો-જે સમયે અર્જુને સિંધુરાજ જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી,તે સમયે મહાબાહુ વાસુદેવ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તેં તારા ભાઈઓની સંમતિ લીધા વિના એકદમ જ પ્રતિજ્ઞા કરી નાખી લે-'સિંધુરાજ જયદ્રથનો હું વધ કરીશ' પણ તે આ એક મોટું સાહસ કર્યું છે.તેં મારી સાથે પણ વિચાર વિમર્શ કર્યો નથી અને ને આ મોટો ભાર ઉપાડી લીધો છે.મેં દુર્યોધનની છાવણીમાં આપણા દૂતોને મોકલ્યા હતા તેમણે સત્વર આવીને આ પ્રમાણે ખબર આપી છે.

Mar 14, 2026

ભાગવત રહસ્ય-૯૨-Bhgavat Rahasya-92

દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું 
તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? 
દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? 
બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1074

 

અધ્યાય-૭૪-જયદ્રથની વ્યાકુળતા અને સ્વાર્થી દુર્યોધન 


 II संजय उवाच II श्रुत्वा तु तं महाशब्दं पांडुनां जयगृद्विनाम I चारै प्रवदिते तत्र समुत्यान् जयद्रथ: II १ II

સંજય બોલ્યો-વિજયની લાલસાવાળા એ પાંડવોના મહાન શબ્દ સાંભળીને તથા ગુપ્તચરોએ જણાવેલી અર્જુનની પ્રતિજ્ઞાની વાત જાણીને જયદ્રથનું હૃદય શોકથી મૂઢ થઇ ગયું.દુઃખથી વ્યાપ્ત થઈને તે ઉભો થઇ ગયો ને ઘણો વિચાર કર્યા પછી,તે રાજાઓની સભામાં ગયો અને ત્યાં જઈને તેમની આગળ,અર્જુનના ભયથી બેબાકળો થઈને લજ્જાભેર સર્વને કહેવા લાગ્યો કે-

'પાંડુરાજાની સ્ત્રી કુંતા વિષે કામી થયેલા ઇન્દ્રે,જે દુર્બુધ્ધિ અર્જુનને ઉત્પન્ન કર્યો છે તે મને એકલાને યમરાજને ઘેર મોકલી દેવા ધારે છે,હું તો જીવવાની ઈચ્છાથી મારે ઘેર ચાલ્યો જઈશ અથવા તમે બધા તમારા અસ્ત્રના બળથી મારુ રક્ષણ કરો.

Mar 13, 2026

ભાગવત રહસ્ય-૯૧-Bhgavat Rahasya-91

કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં 
ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.
કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. 
પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.