Mar 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય--સંપૂર્ણ-૨૨૮

ગરુડજીએ કાકભુશુંડી ને પ્રણામ કરીને ભક્તિ-ભાવ-પૂર્વક પૂછ્યું કે-
પ્રભુ,હજી મારે થોડું જાણવું છે,આપની આજ્ઞા હોય તો પુછું? 
કાક કહે છે કે-ખુશીથી પૂછો,તમારા જેવા જિજ્ઞાસુ શ્રોતા તો મહાપુણ્યે મળે છે.
ત્યારે ગરુડજી એ કાક ને સાત પ્રશ્નો પૂછ્યા. (૧) સૌથી દુર્લભ શરીર કયું? (૨) સૌથી મોટું દુઃખ કયું? (૩) સૌથી મોટું સુખ કયું? (૪) સંત-અસંત નો સહજ સ્વભાવ કેવો હોય છે? (૫) સૌથી મોટું પુણ્ય કયું? (૬) સૌથી ભયાનક પાપ કયું? (૭) મનના રોગો કયા? 

Mar 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૭

તે માયા કંઈ ઓછાં લાકડે બળી જાય તેવી નથી,તે “રિદ્ધિ-સિદ્ધિ”ઓને મોકલી “બુદ્ધિ” ને લોભ-લાલચમાં નાખે છે.ને તે પછી,તે “રિદ્ધિ-સિદ્ધિઓ”,“કળ-બળ-કપટ” નો પોતાનો પાલવ વીંઝીને મનુષ્યે પ્રગટાવેલા તે “જ્ઞાન-દીપક” ને ઓલવી નાખે છે.જો,મનુષ્યની “બુદ્ધિ” બહુ શાણી હોય અને તે –રિદ્ધિ-સિદ્ધિ-સામે જુએ જ નહિ તો,પછી દેવો આડા આવે છે.ઇન્દ્રિયોના દ્વાર-એ હૃદય-ઘરના ઝરૂખાઓ છે,અને આ ઝરૂખાઓ પર દેવો થાણાં નાંખી બેઠેલા છે.

Mar 16, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૬

ગરુડજી હવે કાકભુશુંડી સમક્ષ એક બીજો પ્રશ્ન પૂછે છે કે-પ્રભુ,વેદ-પુરાણ કહે છે કે,જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી,છતાં લોમશમુનિએ તમને જ્ઞાન આપવા માંડ્યું ત્યારે એનું તમે સ્વાગત કર્યું નહિ !!! તો જ્ઞાન અને ભક્તિ માં શો તફાવત છે તે મને કહો.ત્યારે કાક કહે છે કે-હે,પંખીરાજ,જ્ઞાન અને ભક્તિ વચ્ચે કોઈ જ ભેદ નથી,બંને સંસારના ક્લેશો હરે છે.છતાં મુનિવરો તેમાં કંઈક તફાવત જણાવતાં કહે છે કે-

Mar 15, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૫

કાકભુશુંડી પોતાના જન્મોનું વર્ણન કરતાં ગરુડજીને કહે છે કે-એક દિવસ હું મંદિરમાં શિવજીના મંત્ર જપતો હતો,તેવામાં મારા ગુરૂ આવ્યા,પણ તેમના પ્રત્યે મારા મનમાં રોષ હોવાને લીધે મેં તેમને બોલાવ્યા નહિ કે પ્રણામ પણ ના કર્યા.ગુરૂ તો દયાળુ હતા,તેમના દિલમાં રાગ-દ્વેષ હતો નહિ,તે કંઈ બોલ્યા નહિ પણ શિવજીથી સહન ના થયું.તે જ વખતે આકાશવાણી થઇ કે-હે,મૂર્ખ,તુ અહમને વશ થઇ ગુરુને માન આપતો નથી અને અજગરની જેમ બેસી રહે છે,તો તું અજગર થઇ પડ.

Mar 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૪

આ સાંભળી ગરુડજીથી બોલાઈ ગયું કે-અરે રે મને કળિયુગના જીવોની દયા આવે છે.
ત્યારે કાકભુશુંડીએ કહ્યું કે-હે ગરુડજી,કળિયુગ કળિયુગમાં પાપ ને અવગુણોનું સ્થાન 
હોવા છતાં,તેમાં એક મોટો ગુણ પણ છે.વિષના વેલાઓમાં એક અમૃતની વેલ પણ છે.
જેવી રીતે,સત્ય-યુગ માં લોકો યોગી ને વિજ્ઞાની હોય છે ને હરિનું ધ્યાન કરી સંસાર તરે છે,
ત્રેતાયુગમાં યજ્ઞ-યાગ કરી,સર્વ કર્મો પ્રભુને સમર્પણ કરીને તરે છે.અને દ્વાપર યુગમાં પૂજા-પ્રાર્થના કરીને તરે છે,તેમ,કળિયુગમાં યજ્ઞયાગ,યોગ કે જ્ઞાન વગર કેવળ શ્રીહરિના ગુણનું ગાન કરીને,સંસાર તરી જાય છે.

Mar 13, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૩

કાક-ભુશુંડી આંખ બંધ કરીને થોડીવાર ઊંડા વિચારમાં ડૂબી ગયા,થોડીવારે આંખ ઉઘાડી તેમણે ગરુડજીને કહ્યું કે-હે પંખીરાજ,ગરુડ,તમારા પ્રશ્નો સાંભળી મને મારા અનેક જન્મો યાદ આવી ગયા,હું તમને બધી વાત કહું છું તે તમે સાંભળો.હે,ગરુડજી,જેમ,રેશમનો કીડો રેશમ પેદા કરે છે,તેથી લોકો એ અપવિત્ર કીડાને.સૂગ વગર પ્રેમથી પાળે છે, તેમ,મેં આ કાગ-દેહે શ્રીરામની ભક્તિ મેળવી છે,તેથી આ શરીર પર મને વધારે પ્રેમ છે,જે શરીરથી શ્રીરામની ભક્તિ થાય તે જ શરીર પવિત્ર અને સુંદર કહેવાય.

Mar 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૨

પ્રભુએ દયા લાવીને કહ્યું કે-હે,કાક-ભુશુંડી,માગ,તું માગે તે આપું,રિદ્ધિ માગ,સિદ્ધિ માગ,જ્ઞાન માગ,વિજ્ઞાન માગ,વિવેક,વૈરાગ્ય કે મોક્ષ માગ.તને જે જોઈએ તે માગ.
કાક-ભુશુંડી,ગરુડજીને પોતાનો અનુભવ વર્ણન કરતાં કહે છે કે-હવે મારું માયાનું પડળ ખસી ગયું હતું,તેથી હું સમજી ગયો કે –પ્રભુ બધું આપવાનું કહે છે પણ ભક્તિનું નામ દેતા નથી.મને ખાતરી થઇ હતી કે ભક્તિ વિના બધાં સુખો અને બધા ગુણો નિરર્થક છે.

Mar 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૧

હે,ગરુડજી,શ્રીરામે ભક્તોને માટે મનુષ્ય-દેહ લીધો છે.આ બધી તેમની લીલા (માયા) છે.
શ્રીરામ એ કુશળ નટ (અભિનેતા-નાટ્ય-કલાકાર) છે,જેવો વેશ લીધો છે તેવો જ ભાવ તે બતાવે છે,તેથી જોનારા મોહે છે,ને નાટક ને સાચું માની લે છે.પણ શ્રીરામ પોતે સ્વસ્થ છે.અલિપ્ત છે.જેને આંખે કમળો થયો છે તે ચંદ્રમાને પીળો કહેશે,અને જેને દિશા-ભ્રમ થયો છે તે સૂરજને પશ્ચિમમાં ઉગ્યો છે તેમ કહેશે,નૌકામાં બેઠેલો માણસ પોતે સ્થિર છે ને જગત ચાલે છે તેમ કહેશે,અને ફૂદડી ફરતો બાળક,ઘર ફરે છે તેમ કહેશે.પણ આ બધા જેમ ખોટા છે –તેમ-શ્રીરામ માયા-વશ છે તેવું કહેનારા પણ ખોટા જ છે.

Mar 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૦

શિવજી કહે છે કે-હે,પાર્વતી,કાક-ભુશુંડી એવી સરસ કથા કરે છે કે-મને પણ એકવાર એ કથા સાંભળવાનો લોભ થયો,ને હંસનું રૂપ ધારણ કરીને મેં પણ એ કથા સાંભળી,
ભગવાન વિષ્ણુનો ગરુડ પણ એ કાકના મુખેથી કથા સાંભળી ધન્ય થઇ ગયો...!!
પાર્વતીજીને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થયું,તેમણે કહ્યું-કાગડો અને તે હરિભક્ત? નવાઈની વાત!!

Mar 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૯

શ્રીરામ કહે છે –બધા શાસ્ત્રો કહે છે કે આ મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ છે.મહાભાગ્યથી તે મળે છે.આ શરીર એ મોક્ષનું દ્વાર છે,માનવ શરીર ધારણ કર્યા પછી,જેણે એનો સદુપયોગ ના કર્યો,એ પરલોકમાં દુઃખ પામે છે ,ને તેને પાછળથી માથું પછાડીને પસ્તાવાનો વારો આવે છે.આ શરીર વિષય-ભોગ ભોગવવા માટે નથી મળ્યું.આ સંસારના ભોગો ક્ષણિક છે.દુઃખના દેનારા છે.અરે,સ્વર્ગના ભોગો પણ ક્ષણિક અને અંતે તો,તે પણ, દુઃખો ને દેનારા જ છે.એટલે મનુષ્ય શરીર મેળવી જે લોકો વિષય-ભોગમાં મન જોડે છે,તેઓ અમૃતને બદલે વિષ લે છે.પારસમણિને છોડીને જે ચણોઠી લે,તો તેને કોણ બુદ્ધિશાળી કહેશે? 

Mar 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૮

દુષ્ટોના દિલમાં ઈર્ષાની આગ હોય છે,પારકી સંપત્તિ જોઈને એ આગ ભભૂકે છે,
પોતે પારકાની નિંદા કરે છે અને પારકી નિંદા થતી હોય તો તેમને તે સાંભળવી ગમે છે.તે દુષ્ટોને કોઈની સાથે વેર બાંધવા કોઈ કારણની જરૂર નથી પડતી,વગર કારણે તેઓ વેર બાંધે છે.સજ્જન ગમે તેટલી ભલાઈ કરે પણ દુર્જન તો બુરાઈ જ કરવાનો.દુષ્ટોનું લેવાનું જુઠ્ઠું,દેવાનું જુઠ્ઠું,ને તેમનું ભોજન પણ જુઠ્ઠું.”ઝૂઠઈ લેના,ઝૂઠઈ દેના, ઝૂઠઈ ભોજન” 

Mar 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૭

નિર્વિશિષ્ટ (નિરાકાર) બ્રહ્મની કોઈ પૂજા કરી શકતું નથી,
પૂજા તો “શક્તિ-વિશિષ્ઠ” (સાકાર) બ્રહ્મની જ થાય છે.
મહાત્માઓ કહે છે કે-પાણીમાં રહેલા માછલાને પાણીની ઠંડક મળે છે,પણ તેને પાણી પીવા,પાણીની બહાર આવવું પડે છે,પાણી માં રહેવા છતાં માછલી “પ્યાસી” રહે છે,એમ (નિરાકાર) બ્રહ્મ-રસમાં મગ્ન બનેલા મહાત્માઓની હાલત “પાનીમેં મીન (માછલી) પિયાસી” જેવી છે.તેમને અગાધ શાંતિ મળે છે પણ આનંદ મેળવવા માટે બ્રહ્મ-રસમાંથી બહાર નીકળી ભક્તિરસમાં આવવું પડે છે.ભક્તિરસ પીવો પડે છે.

Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૬

વનમાં જવાની વાત પર જો શ્રીરામે જનતાના મત લીધા હોત તો –
મંથરા ને કૈકેયી ના બે મત સિવાયના બધા મત તેમને ગાદીએ બેસવાના મળત!!
પણ સાચે તો -રામરાજ્યમાં –એ બે મત પણ વિરુદ્ધમાં ના હોવા જોઈએ.
અરે,માનો કે-સર્વ સંમતિ હોય,ને કદાચ કૈકેયીને મંથરા કહે કે –રામ તમે ગાદી પર બેસો,
તો યે રામરાજ્ય ન થાય..!! રામ રાજ્યમાં કોઈ સત્તાના સ્વામી નથી.
રામરાજ્ય કોઈ વ્યક્તિની ભલાઈ કે બુરાઈ પર આધાર રાખતું નથી,પણ રામ-રાજ્ય એ “ધર્મ” નું રાજ્ય છે.”ત્યાગ” નું રાજ્ય છે.બીજાનું દુઃખ પોતાને માથે ઉપાડી લઇને પોતાનું સુખ વહેંચવાનું રાજ્ય છે.

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૫

યુવરાજ પદ સ્વીકારવા માટે,ભરતજીએ પહેલેથી જ ના પાડેલી,એટલે શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે-હું તારો યુવરાજ પડે અભિષેક કરવા માગુ છું.લક્ષ્મણજીએ પણ સવિનય તે પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.એટલે શ્રીરામે ભરતજીને ફરી આગ્રહ કરી ને તેમનો (ભરતજી નો) આગ્રહ છોડાવ્યો,ને છેવટે શ્રીરામે ભરતજીને જ યુવરાજ-પદે સ્થાપ્યા.