Sep 7, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-31

રાજયોગ-સંક્ષિપ્તમાં
યોગ-રૂપી અગ્નિ -એ મનુષ્યના આસપાસ રહેલું પાપનું પિંજર બાળી કાઢે છે.યોગથી ચિત્ત શુદ્ધ થાય છે અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.યોગથી જ્ઞાન આવે છે અને એ જ્ઞાન -પાછું યોગીને -નિર્વાણના પંથમાં સહાય કરે છે.જે મનુષ્ય પોતામાં યોગ અને જ્ઞાન -એ બંનેનો સમન્વય કરે છે,તેના પર ઈશ્વર કૃપા કરે છે.જેઓ,દિવસમાં ઓછામાં ઓછા એકવાર-અથવા તો બે-કે-ત્રણ વાર-હંમેશા આ "મહાયોગ" (રાજયોગ) નો અભ્યાસ કરે છે-તેઓને દેવ-સમાન જ સમજવા.

Sep 6, 2022

Ganpati Atharvshish in Gujarati with meaning-ગણપતિ અથર્વશીર્ષ



RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-30

પૂર્વ તૈયારીઓ વડે જયારે મન મજબૂત બને, કાબૂમાં આવે અને સૂક્ષ્મ અનુભવો ને પારખવાની શક્તિવાળું બને,ત્યારે તેને ધ્યાનમાં લગાડવું જોઈએ.એટલે કે-આ ધ્યાનની શરૂઆત,સ્થૂળ વિષયોથી કરીને-ધીરેધીરે-વધુ ને વધુ સૂક્ષ્મ વિષયો પર લઇ જવું જોઈએ. અને છેવટે તે મનને નિર્વિષય બનાવવું જોઈએ.

Sep 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-29

સમાધિ અવસ્થાએ -વૈજ્ઞાનિક પદ્ધતિથી -પહોંચવા માટે-"રાજયોગ" નાં વિવિધ પગથિયાં પર થઈને,
અનુભવ લઈને-ઉપર ચડવું -જ સલાહ ભરેલું અને હિતાવહ છે.આગળ આપણે પ્રત્યાહાર અને ધારણાનાં પગથિયાં (ભૂમિકા) વિશે જોઈ ગયા.હવે ધ્યાન અને સમાધિની ભૂમિકા (પગથિયું) આવે છે.

Sep 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-28

જેને આપણે "માનવ-જીવન" કહી એ છીએ (કે જે વિસંવાદિતા નો જાણે સમૂહ છે) તેનો -શું હેતુ છે?
તેનો જવાબ મેળવવા આપણે બુદ્ધિથી પર તો જવું જ પડશે.અને આમ કરવા -રાજયોગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ધીરે ધીરે અને અભ્યાસ-પૂર્વક જવાનું છે.
સાથે સાથે સઘળા વહેમોને ફેંકી દેવાના છે.

Sep 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-27

એ બધામાં એટલું તો સર્વ-સામાન્ય (કોમન) છે કે-
એ બધા જ જ્ઞાનનો સંદેશ મળ્યો હોવાનો દાવો કરે છે,
અને તે જ્ઞાન તેમણે તેમની તર્ક-બુદ્ધિ દ્વારા મેળવેલ નથી, પણ બુદ્ધિને પેલે-પારથી તેમને તે જ્ઞાન (સંદેશ) મળ્યો છે.યોગ-વિજ્ઞાન કહે છે કે-તેમને જે બુદ્ધિની પેલે પારથી જે જ્ઞાન મળ્યું છે તે -તેમનો દાવો સાચો છે,પણ-
જો બરોબર વિચારવામાં આવે તો તે-"જ્ઞાન આવ્યું છે તેમના પોતાના અંદરથી જ."

Aug 31, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-26

જયારે મનુષ્ય,ગાઢ નિંદ્રામાં જાય છે-ત્યારે તે સચેત ભૂમિકાથી નીચે ની "અચેત" ભૂમિકામાં પ્રવેશે છે.
એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે -પડખું ફેરવવું વગેરે -જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે.
પણ આ બધું કરતી વખતે તેને તે ક્રિયાઓ "હું કરું છું" એવું ભાન હોતું નથી.એ "અચેત" ભૂમિકા  છે.

Aug 30, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-25

ધ્યાન અને સમાધિ
અત્યાર સુધીમાં રાજયોગના જુદાં જુદાં પગથિયાંઓનું અવલોકન કર્યું,હવે,,જે ધ્યેયે આપણને રાજયોગ લઇ જવાનો છે-તે એકાગ્રતાના સૂક્ષ્મ પગથિયાં
(ધ્યાન અને સમાધિ)નું અવલોકન કરીએ.

Aug 29, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-24

આ ધારણા વિવિધ પ્રકારની હોય છે-કલ્પનાની જરાક રમત પણ સાથો સાથ કરી શકાય.
દાખલા તરીકે-મનને હૃદયની અંદર એક "બિંદુ" નો વિચાર કરવામાં લગાડવું એ કઠણ છે,પણ,
સહેલો રસ્તો છે કે-ત્યાં એક કમળની કલ્પના કરવી-કે જે કમળ પ્રકાશથી અને ઝળહળતી જ્યોતિથી
ભરપૂર છે.અગાઉ આવી ગયું-તેમ સુષુમ્ણાની અંદરના જુદા જુદા કેન્દ્રોને પણ-પ્રકાશમય કલ્પી શકાય.

Aug 26, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-23

જે મનુષ્ય પોતાના મનને -મગજમાંના ઇન્દ્રિયોના કેન્દ્રો સાથે -પોતાની ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હટાવી લેવામાં સફળ થયો છે-તે "પ્રત્યાહાર" માં સફળ થયો છે એમ જાણવું.પ્રત્યાહાર નો અર્થ છે કે-"પાછું વાળવું" મન ની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવીને  અને તેને  પાછી વાળીને,તે મનને ઇન્દ્રિયોની ગુલામીમાંથી,જયારે આપણે મુક્ત કરી શકીશું,ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ પગલું લીધું ગણાશે,ત્યારે જ આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું,નહિતર તો આપણે માત્ર જડ યંત્રથી વધુ કશું નથી.

Aug 25, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-22

દરેક આત્મા નું ધ્યેય છે -મુક્તિ-સ્વામિત્વ.
જડ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ અને બાહ્ય તથા આંતરિક પ્રકૃતિ પર સ્વામિત્વ.
બીજા મનુષ્ય તરફથી આવતો દરેક ઈચ્છા-પ્રવાહ
(પછી તે ગમે તે સ્વરૂપમાં હોય -ઇન્દ્રિયો પર પરાણે લાદી લીધેલા  કાબુરૂપે કે મન ને કોઈ વિકૃત સ્થિતિ નીચે લાવી દેવાના રૂપે હોય) તે-જૂના ભૂતકાળના વિચારો,વહેમોના બંધનની --હયાત (હાજર) રહેલી વજનદાર મજબૂત સાંકળમાં એક કડી વધારે ઉમેરી ને (મુક્તિ તો દૂર રહી પણ) તે સાંકળ -બંધન ને વધુ મજબૂત કરે છે.

Aug 24, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-21

પ્રત્યાહાર અને ધારણા
"પ્રાણાયામ" પછીના બે પગથિયાંને "પ્રત્યાહાર" અને "ધારણા" કહેવામાં આવે છે."પ્રત્યાહાર" નો અર્થ થાય છે "પાછું વાળવું" મનની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવી.અને ઇન્દ્રિયોની ગુલામીમાંથી તેને મુક્ત કરવું. અને "ધારણા" એટલે મનને અમુક સ્થળે ચોંટાડી રાખવું.

Aug 23, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-20

જેઓ દિવસમાં બે વાર -આ પ્રાણાયામનો અભ્યાસ કરશે-તેમનામાં શરીર અને મનની શાંતિ આવશે,અવાજની મધુરતા -વગેરે આવશે-પણ જે આ પ્રાણાયામની ક્રિયામાં આગળ વધશે-તેમની જ કુંડલિની જાગ્રત થશે, તેમની સમગ્ર પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે અને તેમના જ્ઞાનનો ગ્રંથ ખુલ્લો થઇ જશે.પછી તેમને જ્ઞાન મેળવવા પુસ્તકો પાસે દોડી જવાની જરૂર નહિ રહે.તેમનું પોતાનું મન જ -
એક અનંત જ્ઞાનનો ભંડાર બની જશે.

Aug 22, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-19

હવે આપણે પ્રાણાયામની "ક્રિયાઓ" વિષે વિચારીએ.
આપણે જોયું કે -પહેલું પગલું-એ ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે.અને એને માટે આપણે જે
પહેલું-કરવા માગીએ છીએ તે-એ છે કે-શરીરની અંદર ચાલી રહેલી વધુ સૂક્ષ્મ "ક્રિયાઓ" નું
બારીક નિરીક્ષણ કરીને તેમને પારખવી.

Aug 19, 2022

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણ ની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદ માં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.