Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts
Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts

Apr 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૨

ત્યાર પછી-જે પદ (બ્રહ્મ)ને પ્રાપ્ત થાય પછી,તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી,તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે)
જે-બ્રહ્મમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે
-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” –
એવી ભાવના મનમાં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાનની) શોધ કરવી (૪)

Apr 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૧

આ વૃક્ષને -અહીં સંસાર-રૂપી-અશ્વત્થ-નામ આપેલું છે.
સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્યનું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષનો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.

Apr 14, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૦-અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ
આગળના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-
જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે) પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવનો લોક”એટલે કે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે.
જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.

Apr 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૯

“જ્ઞાન”ના યોગથી જે “ગુણાતીત” (ગુણોથી પર) બન્યો છે,તે-“નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મને 
–કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી  વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી,સમુદ્રપણાને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-
તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણોના(સત્વ,રજસ,તમસ) પાશમાં ના સપડાતાં-
“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્માનું ઐક્ય થઇ જાય છે)

Apr 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૮

જે પ્રમાણે-વસંત ઋતુમાં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ 
દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે---તે જીવાત્માનું જ્ઞાન અંતરમાંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? 
તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાનને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના   જોવા જેવું હોય તે જોતી જ નથી.

Apr 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૭

ગુણોનાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે.
(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ  કહેવાય છે.)
આ ગુણો જીવાત્માને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછીના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીરમાં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવને -શરીરની મમતા કે
“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.

Apr 9, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૬-અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ

અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા)નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંનેના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણોના 
આગ્રહથી જ પુરુષ (પરમાત્મા-આત્મા) સંસારમાં નિમગ્ન થાય છે. 
માયા (પ્રકૃતિ)ની ઉપાધિથી જ સુખ-દુઃખના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.

Apr 8, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૫

જે,ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને 
–તથા-પ્રકૃતિને (ગુણ સહિત) જાણે છે-તે- 
સર્વ રીતે કર્મો કરવા છતાં પણ–મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી).(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન)માર્ગ (સાંખ્ય યોગ)થી,કોઈ કર્મમાર્ગ (કર્મયોગ)થી કે
કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ)થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા 
આત્માને જુએ છે,અને અંતરમાં તેનો(આત્માનો) સાક્ષાત્કાર કરે છે.(૨૫)

Apr 7, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૪

જે “બ્રહ્મ” નિરાકાર,એકલો અને ઉદાસીન છે.જે જગતની અતિવૃદ્ધ વસ્તુથી પણ અતિવૃદ્ધ છે.
તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ”  છે.બાકી વસ્તુત: (સાચી રીતે) –
તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ –વગેરે કશું પણ નથી. અને
તે-બ્રહ્મ-જ –પ્રકૃતિનો સ્વામી છે.તે સુખ-દુઃખનો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.
કારણ કે તે અકર્તા (કર્મોનો નહિ કરનાર) અને ઉદાસીન (અનાસક્ત) છે.
છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)

Apr 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૩

પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભનું મૂળ તત્વ) છે.
-જેમ.છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે,-કે--જેમ.બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાંની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.

Apr 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૨

જે પ્રમાણે-અગ્નિના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમનામાં રહેલી
ઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવોમાં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે) તે બ્રહ્મ શરીરની અંદર પણ છે-અને શરીરની બહાર પણ છે.
દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવોમાં તેની અખંડ વ્યાપ્તિ છે.

Apr 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૧

આંખો દ્વારા દેખાતા આકારોમાં–જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-
જેવી રીતે પોલાણમાં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્રમાં વસ્ત્ર-રૂપે થઇને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વમાં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલમાં ફુલ રૂપે રહે છે,તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વમાં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.

Apr 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૦

જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ (જે જાણવા યોગ્ય છે તે).તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-તે જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાયથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય)ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્ય (કર્મ)કરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતા(એકતા)માં લઇ જાય છે.અને તે પરમાનંદમાં નિમગ્ન (એક) થાય છે.

Apr 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૯

ક્ષેત્ર (શરીર) જે તત્વોનું બનેલું છે-તે એક એક તત્વનાં લક્ષણો અને
તે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગતથી વર્ણન કર્યું છે,
આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે  “જ્ઞાન” છે.
અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદયમાં જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય) –
તેવા મનુષ્યનાં લક્ષણો વિષેનું વર્ણન છે.

Mar 31, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૮-અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૨-ભક્તિયોગમાં તેરમા શ્લોકથી અંત સુધી,પરમાત્માના પ્રિય ભક્ત નું વર્ણન કર્યું છે.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે-કે-“તે ભક્તને “સત્ય”નું કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ ?” એટલે જ અર્જુન કહે છે-કે- હે કૃષ્ણ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ-પ્રકૃતિ અને પુરુષ-જ્ઞાન અને જ્ઞેય આ વિષે હું જાણવા ઈચ્છું છું.(૧)

Mar 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૭

--જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી (નિસ્પૃહ) --જે અંદર અને બહારથી પવિત્ર છે,
--જે આત્મ-પરમાત્મ-તત્વ જાણવામાં નિષ્ણાત (દક્ષ) છે.
--જે જીવનમાં આવી પડતી સ્થિતિઓ પ્રત્યે “ઉદાસીન” છે.
--જે ભયથી મુક્ત છે,જીવનમાં આવતાં ગમે તે પરિણામ કે બનાવથી દુઃખી થતો નથી,--જેને બધા કાર્યના આરંભનો ત્યાગ કર્યો છે-એટલે કે-આ જગતમાં ઈચ્છિત હેતુઓ પાર પાડવાના માટેનાં કર્મોનો પ્રારંભ કરતો નથી (ફળની ઇચ્છાથી કર્મ કરતો નથી) અને-જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે. (૧૬)

Mar 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૬

આખા દિવસમાંથી –એક ક્ષણ-પણ મન-બુદ્ધિને પરમાત્માનામાં લગાડવાથી,
જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ-સુખનો અનુભવ થાય તેટલો સમય-
તે મનને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મામાં લાગતાં તે પરમાત્મામાં મળી જાય છે.

Mar 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૫-અધ્યાય-૧૨-ભક્તિયોગ

અધ્યાય-૧૨-ભક્તિયોગ
આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન ,શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-કે-આપે જ્ઞાનયોગમાં બતાવેલ નિરાકાર-નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)ની જે ઉપાસના કરે છે-તે –અને એકનિષ્ઠ બની (ભક્તિયોગમાં) જેઓ સાકાર સ્વરૂપની (ચતુર્ભુજ સ્વરૂપની) ઉપાસના કરે છે-તે-
બંને પ્રકારના ભક્તોમાં ખરા યોગને કોણ જાણી શક્યું છે ?.(૧) 

Mar 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૪

અર્જુન કહે છે-કે-હે દેવ,પૂર્વે કદી પણ ના જોયેલા એવા આ આપના વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે,અને સાથે સાથે તે સ્વરૂપની વિકરાળતા જોઈ ને મારું મન ભયથી અતિ વ્યાકુળ પણ થયું છે.એટલા માટે હે દેવ, આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પ્રથમનું ચતુર્ભુજ સ્વરૂપ પાછું દેખાડો.આપને મુકુટ-ધારક અને હાથમાં ગદા,ચક્ર –ધારણ કરેલા જોવા,એવી હવે મારી ઈચ્છા છે.(૪૫-૪૬)

Mar 24, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૩

અનંત મુખ,અનંત નેત્ર,અનંત અલંકાર,અનંત આયુધોવાળા અને સુગંધિત પુષ્પો,
વસ્ત્રોથી અને શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડેલ શ્રીકૃષ્ણને વિરાટ સ્વરૂપે,અર્જુન જુએ છે.(૧૦-૧૧) હજારો સૂર્યો એક સાથે ઉદય પામ્યા હોય,તો પણ તેની તુલના જે પ્રકાશ સાથે ના થઇ શકે તેવું,અત્યંત પ્રકાશમય સ્વરૂપ દેખાણું,વિરાટ સ્વરૂપમાં સર્વ જગત એક જ જગ્યાએ સ્થિર થયેલું દેખાણું(૧૨-૧૩)