Nov 18, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૦

ગોદાવરીમાં સ્નાન કરીને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,
ત્યારે એક રાક્ષસીની નજર તેમના પર પડી,તે રાક્ષસીનું નામ હતું શૂર્પણખા.
શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે.લંકાના રાજા રાવણની એ બહેન હતી.
દંડકારણ્યમાં રાવણના લશ્કરની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા.

Nov 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૯

માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાકને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાકને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ)ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પરબ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલીનાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલીને વધારે બગાડવાનો તરીકો છે.કેટલાક તો આખો વખત ભોજનમાં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાંનું શાક બનાવશું? કે પછી વિચારે કે- હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજનો યે વિચાર સવારથી કરી નાખે)

Nov 16, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૮

ભગવાનનો ભક્ત કદી ભગવાનની આશા છોડતો નથી.ભગવાન પરની અપાર શ્રદ્ધાને લીધે,તેને નિરાશ થવું પડતું નથી.પણ જો પ્રભુ પરની શ્રદ્ધા જો ઓછી થાય તો તે ઓછી થયેલી જગા પુરવા નિરાશા દોડી આવે છે.એટલે જો શ્રદ્ધાથી હૃદય ભરાયેલું હોય તો નિરાશાને કદી સ્થાન જ નથી.

Nov 15, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૭

પંચવટી એટલે પાંચ-પ્રાણ.અને આ પાંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
લોકો કહે છે કે- પ્રભુ દર્શન આપતા નથી,પણ પ્રભુ જો દર્શન આપે તો પ્રભુનું તેજ સહન કરવાની શક્તિ,આપણા “ચર્મ-ચક્ષુ” (આંખો) માં નથી,એટલે માટે,તો ભગવાને અર્જુનને પોતાનું અસલી સ્વ-રૂપનું દર્શન કરાવતાં પહેલાં “દિવ્ય ચક્ષુ”નું પ્રદાન કર્યું હતું.
(અને તેમ છતાં અર્જુન વ્યાકુળ થયો હતો!!)માટે જ મહાત્માઓ કહે છે કે-
પ્રભુનું સ્વ-રૂપ ભલે હૃદયમાં ના આવે પણ રામ-નામ છોડશો નહી.

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Book-Part-1(Skandh 1 to 7)-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-બુક-ભાગ-1 (સ્કંધ-1 થી 7)


Nov 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-BOOK-PART-2 (SKANDH-8 TO 12)


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૬

લક્ષ્મણજી, શ્રીરામને પૂછે છે કે-જ્ઞાન શું ને વૈરાગ્ય શું?માયા શું અને બ્રહ્મ શું?ઈશ્વર શું અને જીવ શું? શું કરવાથી આપનાં ચરણમાં પ્રીતિ થાય અને શોક-મોહ હટે ? 
શ્રીરામચન્દ્રજી એ લક્ષ્મણજીના પ્રશ્નોના જવાબમાં જે ઉપદેશ કર્યો,તેણે સંતો “રામ-ગીતા” પણ કહે છે.શ્રીરામે બહુ જ થોડા શબ્દોમાં ગૂઢ વાત કહી નાંખી છે.

Nov 12, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૫

અગસ્ત્ય વિષેની બીજી કથા એવી છે કે-મહાસાગર મહાઅભિમાની બની ગયો હતો અને તે કોઈની આણ કે આમન્યા રાખતો નહોતો.તેથી અગસ્ત્યને ગુસ્સો ચડ્યો.અને તેઓ મહાસાગરને અંજલિમાં લઈને પી ગયા.અગસ્ત્યની આગળ મહાસાગર રાંક બની ગયો,અને મહાસાગર પાર કરી અગસ્યમુનિને ટાપુઓમાં થાણાં નાખવામાં (આશ્રમો સ્થાપવામાં) સાગરનો પ્રવાસ સરળ થયો એમ આ કથાનું હાર્દ છે.

Nov 11, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૪

બહુ વારે જયારે સુતીક્ષ્ણ-મુનિ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શ્રીરામને આશ્રમમાં લઇ ગયા,
અને ત્યાં ઉંચા આસન પર બેસાડી મુનિએ તેમની પૂજા કરી.અને બે હાથ જોડી ને પ્રાર્થના-સ્તુતિ કરતાં કહ્યું કે-હે,પ્રભુ,આપનો મહિમા અપાર છે,મારી બુદ્ધિ અલ્પ છે,સૂર્યના આગળ આગિયા જેવી મારી બુદ્ધિ આપની કિસવિધ સ્તુતિ કરી શકે? અગ્નિ વનને બાળે તેમ તમે અમારા મોહને બાળો છે.સૂર્ય કમળને પ્રફુલ્લિત કરે તેમ તમે અમ સંતોને પ્રફુલ્લિત કરો છો.
ગરુડ સર્પને ગળી જય છે તેમ તમે અમારા ગર્વને ગળી જાઓ છો.તમે નિર્ગુણ છો અને સગુણ પણ છો,સમ છો ને વિષમ પણ છો,તમે જ્ઞાનથી પર,ઇન્દ્રિયોથી પર,અને વાણીથી પણ પર છો.
સંસાર સાગરના તમે પુલ છો.તમે બળ-ધામ છો,ધર્મનું કવચ છો.
હે,રામ તમે અવિનાશી અને સર્વ-વ્યાપક છો,આપ મારા હૃદયને તમારું ઘર કરીને રહો.

Nov 10, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૩

શ્રીરામચંદ્રજી શરભંગમુનિના આશ્રમમાં પધાર્યા છે તે જાણી ઘણા ઋષિ-મુનિઓ તેમના દર્શન કરવા ભેગા થયા. તે બધા જુદે જુદે રહીને તપસ્યા કરતા હતા,તેમણે રાક્ષસોના ત્રાસની વાત રામજીને કરી.અને કહ્યું કે-હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી,તમે અમારું રક્ષણ કરો.અમે તમારા શરણે છીએ.આ સાંભળી શ્રીરામે કહ્યું કે-હે મુનિવરો,તમે નિશ્ચિંત રહો,બહારથી જોતાં હું પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું,પણ અંદરથી જોતાં,હું રાક્ષસોનો સંહાર કરી,તમને સુખી કરવા જ વનમાં આવ્યો  છું.રાક્ષસોનો સંહાર કરી તમને સુખી કરવા એ મારું કર્તવ્ય છે,એમ માનીને જ મેં આ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો છે,આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાક્ષસોને હણીશ.રામચંદ્રે આવી ભીષણ પ્રતિજ્ઞા લઈને ઋષિ-મુનિઓ ને આશ્વાસન આપ્યું.

Nov 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Full--શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-Full


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-15


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૨

તપ કરીને જે,મનુષ્યનો આત્મા,પરમાત્મા સાથે એક-ચિત્ત બને તો,પરમાત્માની શક્તિ તેના દ્વારા વહે.અને પછી કશું જ અશક્ય નથી,કશું જ અસાધ્ય નથી.અને એવા તપસ્વીને ઘેર પ્રભુ એમને શોધતાં શોધતા એમના દ્વારે ટકોરા મારે છે.અતિથી બને છે.તપનું આ ફળ છે.એકવાર,તુકારામ માંદા હતા અને તેથી વિઠોબા(વિઠ્ઠલ)ના દર્શન કરવા જઈ શક્યા નહિ,તો વિઠોબા જાતે તુકારામને ઘેર પહોંચી ગયા ને દર્શન આપ્યા.
ભક્તને પરમાત્માનાં દર્શનની જેટલી આતુરતા છે એટલી જ ભગવાનને ભક્તનાં દર્શનની આતુરતા છે!!! ખરો ભક્ત એ છે કે જેની ભગવાન ચિંતા કરે.

Nov 8, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૧

સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે.સર્વનું કલ્યાણ થાય એ જ સત્કાર્ય.જીવ-માત્રના હિતમાં રત રહેવું,તે સાત્વિકતા-તે સત્વગુણ.અને સત્વગુણ હંમેશાં સત્યને પડખે જ રહેશે.કુટુંબીજનો અસતનો પક્ષ લેતાં હશે તો તેમનો પણ ત્યાગ કરીને સત્વ-ગુણી સત્યના પક્ષે જશે.અને વિભિષણે પણ તેમ જ કર્યું, વિભીષણ એ સત્વ-ગુણી છે.સર્વમાં સદભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે.સદભાવ એટલે ઈશ્વરનો ભાવ.

Nov 7, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૦

રામાયણમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણોના દાખલા આપ્યા છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે.
આ ત્રણના ચરિત્રો જોઈને અને તેમના ગુણનો વિચાર કરવામાં આવે તો આપણે કોના જેવા છીએ એની ખબર પડે.આ ત્રણના ઉપરાંત આ ત્રણે ગુણોથી પર એવા ચોથા છે-અત્રિ-ઋષિ.મનુષ્ય અત્રિ થાય તો પ્રભુ તેના ઘેર પધારે,વિભીષણ થાય તો પ્રભુ શરણમાં લે, રાવણ થાય તો પ્રભુ તેનો નાશ કરે અને કુંભકર્ણ થાય તે પોતે જ પોતાનો નાશ કરે.