Aug 19, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-18

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.તેથી તેમાં થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની અંદર વહેતા કરી શકાય છે.

Aug 18, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-17

હવે આપણે આ વસ્તુને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાનમાંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકારની "ગતિ" છે.

Aug 17, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-16

આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.

Aug 16, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-15

જેવી રીતે,આપણે દુરબીનથી આપણી દૃષ્ટિનું ક્ષેત્ર વધારી શકીએ છીએ,તેવી રીતે,યોગ વડે આપણે આપણી જાતને બીજી ભૂમિકાના કંપનની સ્થિતિમાં લાવી શકીએ છીએ.અને એ રીતે,ત્યાં (બીજા કંપનની ભૂમિકાવાળા ક્ષેત્રમાં) શું થઇ રહ્યું છે તે જાણવા શક્તિમાન થઈએ છીએ.

Aug 15, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-14

આમ રાજયોગનું સઘળું ક્ષેત્ર -એ ખરી રીતે,પ્રાણ-શક્તિ પરનો કાબૂ -અને-જુદીજુદી ભૂમિકાઓ પર તેની દોરવણી-એ શીખવાનું છે.એટલે કે-મનુષ્યે,જયારે પોતાની શક્તિઓને એકાગ્ર કરી હોય છે,ત્યારે તે પોતાના શરીરમાં રહેલી પ્રાણશક્તિ પર કાબૂ મેળવે છે.અને મનુષ્ય જયારે ધ્યાન કરતો હોય છે ત્યારે તે પ્રાણ-શક્તિને એકાગ્ર કરતો હોય છે.

Aug 14, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-13

મનુષ્યના શરીરમાં આ "પ્રાણ-શક્તિ"નું સ્પષ્ટ સ્વરૂપ-એ ફેફસાંઓની "ગતિ" છે.(જો એ (ગતિ) અટકી જાય-તો એક સામાન્ય નિયમ મુજબ -શરીરમાંના એ ગતિને લીધે દેખાતાં બીજાં (જીવનનાં) ચિહ્નો તરત જ બંધ થઇ જાય.અને મનુષ્ય મરેલો જાહેર થાય.પરંતુ એવા ય કેટલાક યોગીઓ  છે જેઓ પોતાની જાતને એવી રીતે કેળવી શકે છે કે-આ ફેફસાંની ગતિ બંધ પડી ગઈ હોય છતાં તેમનું શરીર જીવ્યા કરે છે)

Aug 13, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-12

આ "પ્રાણ" શક્તિ પરનો કાબૂ -એ આપણી સામે લગભગ "અનંત- શક્તિ"નો દરવાજો ખુલ્લો કરી દે છે.
એટલે કે-જો કોઈ મનુષ્યે આ પ્રાણ વિશેનું પૂરેપૂરું "જ્ઞાન" મેળવ્યું અને તે "પ્રાણ" પર "કાબૂ" મેળવ્યો,
તો સૃષ્ટિમાં  અસ્તિત્વ ધરાવતી કઈ શક્તિ તેના તાબામાં ના હોય?

Aug 12, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-11

પ્રાણાયામ વિશે ઘણા બધા લોકો એમ ધારે છે
(વિચારે છે) કે -પ્રાણાયામ એટલે "શ્વાસ વિશે કંઈક"
પણ,ખરી રીતે તો તેમ નથી,શ્વાસને તો પ્રાણાયામ સાથે ઘણી જ થોડી નિસ્બત છે.અને તે જે કંઈ પણ થોડી નિસ્બત છે -તે એ છે કે-"શ્વાસ-ક્રિયા" એ -જે અનેક "ક્રિયા"ઓ દ્વારા આપણે ખરો પ્રાણાયામ કરીએ છીએ-તેમાંની એક "ક્રિયા" છે.પ્રાણાયામનો ખરો અર્થ છે-"પ્રાણ" પર નો કાબૂ.

Aug 11, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-10

વિવેકાનંદ કહે છે કે-"સાધનાની દરેક પ્રક્રિયા અને તેનાથી શરીરમાં કયાં બળો ગતિમાં આવે છે ?
તે આપણે ક્રમે ક્રમે જોઈશું.
સાધના ની આ પ્રક્રિયાઓ જ્યાં સુધી તમે પોતે તેનો પ્રયોગ ના કરો,ત્યાં સુધી હું ગમે તેટલી બુદ્ધિ-પૂર્વકની દલીલો કરું,પણ તમને તે ખાતરી નહિ કરાવી શકે.

Aug 10, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-09

હવે પાછા મૂળ વિષય પર જઈએ-તો-યોગના અંગોમાં યમ-નિયમ અને આસન પછી,નાડીશુદ્ધિ વિષે આપણે વિચાર્યું. હવે આવે છે "પ્રાણાયામ"

Aug 9, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-08

રાજયોગ તો આસન વિષે કહે છે કે-સ્થિર અને ટટ્ટાર થઈને આસન પર તમને અનુકૂળ આવે તેમ બેસો.એકવાર આસન પર બેસતાં આવડ્યું એટલે કેટલાકના મત પ્રમાણે નાડી-શુદ્ધિ નામની ક્રિયા કરવી પડે છે.જો કે આ ભાગ એ રાજયોગનું અંગ નથી.પણ ભાષ્યકાર શંકરાચાર્ય જેવી મહાન પ્રમાણભૂત વ્યક્તિ તે કરવાની સલાહ આપે છે,એટલે તેનો ઉલ્લેખ કરવો ઉચિત છે.

Aug 8, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-07

સૌ પ્રથમ યમ-નિયમનાં પગથિયાં એ નૈતિક શિક્ષણ છે.પાયામાં તે નૈતિક શિક્ષણ લીધા વિના યોગની કોઈ પણ સાધનામાં સફળતા મળી શકે નહિ.આ બે સાધનામાં પાકો થયા પછી જ યોગી પોતાની સાધનાનાં ફળ અનુભવવા લાગે છે.યોગી કદી-કોઈને પણ મન-વચન-કર્મ થી-પણ- હાનિ કરવાનો વિચાર કરતો નથી અને તેની કરુણાનું ક્ષેત્ર કેવળ મનુષ્યો પૂરતું જ મર્યાદિત ના રાખતાં,આગળ  વધારીને સમસ્ત જગતને -તે આવરી લે છે.

Aug 6, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-06

રાજયોગની શરૂઆત કરતાં પહેલાં તેની તૈયારી પેઠે આહારના અમુક નિયમો પાળવા આવશ્યક છે.
અને યોગી કહે છે કે-મન શુદ્ધમાં શુદ્ધ બને તેવો ખોરાક લેવો જોઈએ.

Aug 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-05

યોગની આ સાધનાની પદ્ધતિઓમાં જે કંઈ "રહસ્ય-મય કે ગુહ્ય" કહેવામાં આવે છે તેનો સત્વરે ત્યાગ કરવો જોઈએ.જીવન નો ઉત્તમ માં ઉત્તમ માર્ગ-દર્શક (ભોમિયો) છે -સામર્થ્ય (તાકાત) "રહસ્યમયતા" નો શોખ મનુષ્યના મગજ ને નબળું બનાવે છે,માટે તેની સાથે સંબંધ ના રાખવો જોઈએ.

Aug 4, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04

આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
અને શરીર પણ મનની પર વળતી અસર કરે જ છે.