Sep 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-917

 

અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન 


॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥ 

વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)

Sep 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-916

 

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥६१॥

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥६२॥

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥६३॥

હે અર્જુન,એ ઈશ્વર,યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.

હે ભારત,સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)

એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું,

એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)

Sep 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-915

 

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥४०॥

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥४१॥

પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા 

પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)  

હે પરંતપ ! બ્રાહ્મણ,ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે 

જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)

Aug 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-914

 

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥२०॥

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥२१॥

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥२२॥

જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું 

સાત્વિક જાણ.વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.વળી જે જ્ઞાન એક કર્મમાં પરિપૂર્ણની જેમ,અભિનિવેશવાળું,હેતુ 

વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨) 

Aug 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-913

 

અધ્યાય-૪૨-સંન્યાસ-યોગ(ગીતા-૧૮-મોક્ષસંન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।त्यागस्य हृषीकेश पृथक्केशिनिषूदन ॥१॥

અર્જુન કહે છે-હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 

’ત્યાગ’ શબ્દનો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)

Aug 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-912

 

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१४॥

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१५॥

मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१६॥

દેવ,દ્વિજ,ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરસંબંધી તપ કહેવાય છે.

કોઈનું મન ન દુભાય તેવું,સત્ય,મધુર,સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો 

અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.મનની પ્રસન્નતા,સૌજન્ય,મૌન,આત્મસંયમ 

અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬) 

Aug 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-911

 

અધ્યાય-૪૧-શ્રદ્ધાત્રય-વિભાગયોગ(ગીતા-૧૭-શ્રદ્ધાત્રય-વિભાગયોગ)


अर्जुन उवाच--ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥

અર્જુન કહે છે-હે શ્રી કૃષ્ણ,જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને,શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન  કરે છે,

તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)

Aug 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-910

 

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६॥

आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१७॥

'હું ધનવાન છું,હું કુળવાન છું,મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ' આ પ્રકારે આસુરી 

મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.પોતેજ પોતાની પ્રશંસા કરનાર,અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના 

મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ,દંભથી જ યજ્ઞકાર્યો  કરે છે.(૧૭) 

Aug 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-909

 

અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ(ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ)


श्री भगवानुवाच--अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥३॥

શ્રીભગવાન કહે છે-અભય,ચિત્તશુદ્ધિ,જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા,દાન,ઇન્દ્રિયોનો સંયમ,યજ્ઞ,વેદોનું પઠન-મનન,

તપ,સરળતા,અહિંસા,સત્ય,અક્રોધ,સંન્યાસ,શાંતિ,પીઠ પાછળ નિંદા ન કરવી તે,સર્વ પ્રાણી માત્ર પર દયા,

ઇન્દ્રિયોનું નિર્વિકારપણું,નમ્રતા,લોકલાજ અને સ્થિરતા,તેજ,ક્ષમા,ધૈર્ય,પવિત્રતા,અદ્રોહ,નમ્રતા વગેરે બધા,

દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)

Aug 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-908

 

અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ)


श्री भगवानुवाच--ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१॥

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥२॥

શ્રી ભગવાન કહે છે-આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો 

કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે.જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવેત્તા છે.(૧)

તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે.શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.

નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)