વસિષ્ઠ કહે છે કે-હે રામ, જેમણે આત્માને જાણ્યો હતો તેવા,વિદ્વાન સંવર્ત મુનિએ,એ પ્રમાણે વિચાર કર્યો હતો,અને વિન્ધ્યાચળમાં તેમને આ જ વિચાર મને કહ્યો હતો.તમે પણ વિચારમાં તત્પર રહેનારી બુદ્ધિ વડે,આ નિશ્ચયને પકડીને,અનુક્રમે જ્ઞાનની ભૂમિકામાં ચડતાં ચડતાં આ સંસાર-રૂપી-સમુદ્રમાંથી નીકળી જાઓ.
May 27, 2016
May 24, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-511
ઉત્તમ અધિકારીનો આ તંતુ (મન નો મનન-રૂપી તંતુ) તો સહસા જ્ઞાન ઉત્પન્ન થતાં જ કપાઈ જાય છે,એટલે અજ્ઞાનની ભાવનાને છોડવા તેને વધારે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી.
અજ્ઞાનના ક્ષય ને લીધે,મન ક્ષય પામી જતાં,એ પદાર્થોના દેખાવો અને મનના સંકલ્પ-આદિ,ફરીથી,કદી પણ પરસ્પરની સાથે,જોડાતા નથી.
ચિત્ત જ સઘળી,ઇન્દ્રિયોને જગાડનાર છે,એટલે માટે-જેમ, ઘરમાંથી પિશાચને કાઢી મુકવો જોઈએ-તેમ,શરીરમાંથી તે ચિત્તને જ કાઢી મુકવું જોઈએ.
May 23, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-510
વસિષ્ઠ કહે છે કે-હે રામ, મનની અંદર સર્વદા એક જ વિચારનું અનુસંધાન રાખનારા વિવેકી પુરુષને,પોતાની આગળ રહેલા ભોગોમાં કદી ઈચ્છા થતી જ નથી.
જેમ,બળદ ભાર ઉપાડે છે-તો તે ભાર ઉપાડવાનું દુઃખ બળદને જ થાય,
તેમ છતાં-મનુષ્ય તે ભાર ઉપાડવાના દુઃખને પોતાનું માની લે-
તેમ, આંખ,સારાં-નરસાં રૂપોને જુએ અને તેમ કરવાથી થતાં સુખ-દુઃખો આંખોને જ થાય છે-તેમ છતાં-જીવ (મનુષ્ય) કે જે તે સુખ-દુખોને પોતાનાં માની લે છે-તે કેવળ મૂર્ખતા જ છે.
May 22, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-509
એવી રીતનો અસાધારણ અને એક-સરખો નિશ્ચય કરવો-તે "યથાર્થ જ્ઞાન" કહેવાય છે.
અથવા-"આ જે ઘટ-પટ-વગેરે-જે સેંકડો પદાર્થો ની પંક્તિઓ છે-તે આત્મા જ છે-બીજું કંઈ છે જ નહિ" એવી રીતનો જે અસાધારણ નિશ્ચય કરવો તે જ "યથાર્થ જ્ઞાન" કહેવાય છે.
May 21, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-508
પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
મુમુક્ષુ-પુરુષને અભ્યાસને લીધે-આ સમાધિઓની યુક્તિઓના અભ્યાસને લીધે-
રોગો-વગેરે-કંઈ અડચણ નહિ કરતાં,સંસારને તોડવાના કામમાં ઉપાય-રૂપ થાય છે.
અભ્યાસને લીધે દૃઢ થયેલો-અને-વૈરાગ્ય-રૂપી ચિહ્નો-વાળો આ પ્રાણાયામ (યોગ)
મોક્ષની ઈચ્છાવાળાઓને મોક્ષની પ્રાપ્તિમાં અને સિદ્ધિઓ ઇચ્છવાવાળાઓને સિદ્ધિઓની પ્રાપ્તિમાં ઉપાય-રૂપ થવાથી-સફળ થાય છે.
May 20, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-507
(૫) તાળવાના મૂળમાં રહેલ કાકડા ને (ગળાના છિદ્રમાં રહેલ આંચળ જેવો લટકતો ભાગ ને) બેવડો વાળીને,તેને જીભના મદદથી -મસ્તક તરફ જતા છિદ્રમાં દબાવી રાખીને-પ્રાણ ને બ્રહ્મરંઘ્રમાં પેસાડીને-થોભાવી રાખવાથી -પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે (નોંધ-અનુભવી જોડેથી શીખ્યા વિના -માત્ર વાંચીને આ કરવું હિતાવહ નથી લાગતું!!)
(૬) નિર્વિકલ્પ સમાધિને લીધે,કલ્પનાઓથી રહિત થયેલા-સૂક્ષ્મ હૃદયાકાશમાં-બહારનાં તથા અંદરનાં -સઘળાં "જ્ઞાનો" લીન થઇ જાય છે-ત્યારે પ્રાણ ની ગતિ (આપોઆપ!!) રોકાઈ જાય છે.
(૭) દૃષ્ટિ થી માંડીને-બાર આંગળ સુધીના-નીચેના-આકાશમાં-ચક્ષુ અને મન ને રોકી દેવામાં આવે-
ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
May 19, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-506
તેમ,જે "વાયુ" આ દેહમાં નાડીઓની અંદર વ્યાપ્ત થઈને સ્ફુરે છે-તે "પ્રાણ" કહેવાય છે.
(નોંધ-અહી વાયુ ને પ્રાણ કહેવામાં આવ્યો છે!!)
તે વાયુ-"ગતિ" ને લીધે,શરીરની અંદર વિચિત્ર પ્રકારની ક્રિયાઓને પ્રાપ્ત થતાં-
એ "પ્રાણ" નાં જ "અપાન" (સમાન-ઉદાન-વ્યાન) નામ વિદ્વાનો એ "કલ્પેલાં" છે.
(નોંધ-શરીરમાં કુલ-પાંચ જાતના વાયુઓ છે -પ્રાણ-અપાન-સમાન-ઉદાન-વ્યાન-કે જેમાં પ્રાણ મુખ્ય છે.અપાન-આદિ વાયુઓ પ્રાણના જ "ભેદ" છે,અને તે પ્રાણથી જુદા નથી.)
May 18, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-505
તેનાથી વિરુદ્ધ-દુષ્ટ કર્મો અને દુષ્ટ કર્મોના ફળ-રૂપ ધન-નાશ આદિ દુઃખ પણ સંસારમાં હોવાં સંભવે,પણ જીવનમુક્તની દૃષ્ટિમાં તો શુભ કર્મો કે દુષ્ટ કર્મો નથી-તો -તેને સુખ-દુઃખ કેમ સંભવે?
સુખ નામનો પદાર્થ હોય તો દુઃખ નામનો પદાર્થ હોવો સંભવે -અન્યથા નહિ.
જીવનમુક્તની દ્રષ્ટિમાં શુભ કે અશુભ કર્મો મુદ્દલે હોતાં જ નથી,એ કર્મો નહિ હોવાને લીધે,સુખ કે દુઃખ હોતાં નથી.અને સુખ-દુઃખ નહિ હોવાને લીધે,ગ્રહણ કરવા યોગ્ય કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થો પણ હોતા જ નથી.
અને એ પદાર્થો જ જો ના હોય તો પછી તે પદાર્થોનું સારા-નરસા-પણું જ ક્યાંથી સંભવે?
May 17, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-504
જુવાનોના મંડળમાં જુવાનો જેવો અને દુઃખીના મંડળમાં દુખિયા જેવો થાય છે.
અને તેમ છતાં પણ સઘળાં મંડળોમાં વાણીથી પવિત્ર વાતો જ કરે છે,અને મનમાં કોઈ દીનતા રાખતો નથી.
બુદ્ધિના ધૈર્યને લીધે આનંદવાળો જ રહે છે,ચિત્તમાં કોમળ રહે છે,પવિત્ર રહે છે,મધુર રહે છે,વિચક્ષણ રહે છે,અને સર્વદા સ્વ-રૂપના અનુસંધાનથી પૂર્ણ રહે છે.
ખેદને તથા દારિદ્ર દેખાવને દૂર રાખે છે,અને સર્વની સાથે સ્નેહી બાંધવની જેમ વર્તે છે.
May 16, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-503
અને ભાગ્યશાળી છો-તેથી જ આ નાની અવસ્થામાં સંસારનો વિચાર કરવા લાગ્યા છો.
જે પુરુષ નાની અવસ્થામાં જ અતિ સુંદર બુદ્ધિથી સંસાર-રૂપી-સમુદ્રનો વિચાર કરી -તેમાં પ્રવેશ કરે તે એ સમુદ્રમાં ડૂબતો નથી.સંસારના વ્યવહારમાં પણ બુદ્ધિથી વિચાર કરીને તેનું ઊંડાણ જાણીને જે જે સંપત્તિઓ નું સેવન કરવામાં આવે-તે તે સંપત્તિઓ સુખદાયી થાય છે અન્યથા નહિ.અને તે-તત્વને જોવામાં આવતાં પુરુષનાં બળ-બુદ્ધિ અને તેજ વૃદ્ધિ પામે છે.
May 15, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-502
આત્માનું દર્શન થવાથી સઘળાં દુઃખો,કપાઈ જાય છે.
હે રામ,તમે પણ વિવેકથી તથા વૈરાગ્યથી ધીરજવાળી બુદ્ધિનો ઉદય કરી,
પથ્થર અને સોનામાં સમાન દૃષ્ટિ રાખીને જીવનમુક્તપણાથી વિહાર કરો.
લોકમાં વિવેકી પ્રાણીઓને પ્રાપ્ત થતી મુક્તિ-બે પ્રકારની છે.એક સદેહ મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ.મુક્તિના એ બે ભેદ હોવાનું કારણ હું કહું છું તે તમે સાંભળો.
પદાર્થોમાં આસક્તિ ટળી જવાથી જે મનની શાંતિ થાય છે તે મુક્તિ કહેવાય છે.
અને આવા પ્રકારની મનની શાંતિ,શરીર જીવતાં છતાં અને શરીર પડી ગયા પછી પણ હોવી સંભવે છે.
May 14, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-501
કેટલાએક મહાત્માઓ,અનેક ખટપટોથી ભરેલા વ્યવહારોમાં હોવા છતાં,પણ મનમાં અતિ શીતળ રહે છે.તો-કેટલાએક મૂઢ પુરુષો પથરાની જેમ કશી ક્રિયાઓ કરતા નથી-તો પણ મનમાં તપ્યા કરે છે.
કેટલાએક જીવનમુક્ત પુરુષો (ભૃગુ-ભરદ્વાજ-શુક-વગેરે) પરમબોધને પ્રાપ્ત થઇ વનમાં ગયેલા છે.
કેટલાએક (જનક-શર્યાતી-માંધાતા-સાગર-વગેરે) છત્ર-ચામરો ની મોજ માણતા રાજ્યોમાં રહેલા છે.
કેટલાએક (બૃહસ્પતિ-શુક્રાચાર્ય-ચંદ્ર-સૂર્ય-સપ્તર્ષિઓ-વગેરે) આકાશની અંદર નક્ષત્રોના ચક્રમાં રહેલા છે.કેટલાએક (અગ્નિ-વાયુ-વરુણ-યમ-નારદ-વગેરે) દેવ-પદવી ને પ્રાપ્ત થઇ વિમાનોમાં બેસીને ફરે છે,કેટલાએક (બલિરાજા-પ્રહલાદ-વગેરે) પાતાળમાં રાજ્ય કરે છે.
કેટલાએક જીવનમુક્ત પુરુષો (ભૃગુ-ભરદ્વાજ-શુક-વગેરે) પરમબોધને પ્રાપ્ત થઇ વનમાં ગયેલા છે.
કેટલાએક (જનક-શર્યાતી-માંધાતા-સાગર-વગેરે) છત્ર-ચામરો ની મોજ માણતા રાજ્યોમાં રહેલા છે.
કેટલાએક (બૃહસ્પતિ-શુક્રાચાર્ય-ચંદ્ર-સૂર્ય-સપ્તર્ષિઓ-વગેરે) આકાશની અંદર નક્ષત્રોના ચક્રમાં રહેલા છે.કેટલાએક (અગ્નિ-વાયુ-વરુણ-યમ-નારદ-વગેરે) દેવ-પદવી ને પ્રાપ્ત થઇ વિમાનોમાં બેસીને ફરે છે,કેટલાએક (બલિરાજા-પ્રહલાદ-વગેરે) પાતાળમાં રાજ્ય કરે છે.
May 13, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-500
વસિષ્ઠ કહે છે કે-હે રામ, જીવનમુક્ત થયેલો જનકરાજા રાજ્ય સંબંધી વ્યવહારો કર્યા કરતો હોવા છતાં,પણ,મનની અંદર સંતાપોથી રહિત,આસક્તિ વિનાની બુદ્ધિવાળો રહીને રાજ્ય કરે છે.તમારા દાદા દિલીપ-રાજા પણ,સઘળાં કામોમાં તત્પર રહેતા હતા,
તે છતાં પણ મનમાં કોઈ પ્રકારની આસક્તિ નહિ રાખતાં,લાંબા કાળ સુધી પૃથ્વીને ભોગવી હતી.
May 12, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-499
વૈરાગ્ય-રૂપી-વીરતા થી ભરેલા પુરુષથી-મોહ ઉપજાવનારી સંસાર-સંબંધી-માયા નાસી જાય છે.ધીર પુરુષને ભોગો આનંદ આપતા નથી,આપદાઓ ખેદ આપતી નથી,અને દૃશ્ય-પદાર્થોની શોભાઓ તેને પોતાના ધૈર્યમાંથી ડોલાવી શકતી નથી.આત્માના તત્વને જાણનારો પુરુષ,રાગ-દ્વેષને પરવશ થઈને-તેઓથી ખેંચાતો નથી,પર્વત ની શિલાઓ ની જેમ નિર્વિકાર રહેનારો જ્ઞાની પુરુષ,ભોગોમાં રુચિ ધરાવતો નથી,પણ,આપોઆપ આવી પડેલા સઘળા ભોગોને આસક્તિ રાખ્યા વિના કેવળ લીલાથી જ ભોગવે છે.
May 11, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-498
વિષયી-લોકોના સંગથી તથા વિષયોના રાગ થી અલિપ્ત રહેલો,આત્મામાં જ રુચિવાળો,શાંત-પણાથી બેસતો,પૂર્ણ થયેલો,પવિત્ર મનવાળો,રાગ-દ્વેષ આદિ ભયોથી રહિત થયેલો,સંસાર-રૂપી સમુદ્રને તરી ચૂકેલો,જેમાંથી પાછા વળવું પડતું નથી તેવા પદને પામેલો,જેનું ચરિત્ર મન-વાણી-ક્રિયાથી સર્વ લોકોએ ઇચ્છવા યોગ્ય હોય છે,જેના આનંદ ને સર્વ લોકો વખાણે છે,જેનો કામ-રૂપી કાદવ ધોવાઈ ગયેલો હોય છે,
બંધ-રૂપી ભ્રાંતિ છેદાઈ ગઈ હોય છે,તથા મનનો મન-રૂપી તાવ શાંત થઇ ગયો હોય છે-
એવો જીવનમુક્ત પુરુષ કશું ઈચ્છતો નથી,કોઇથી રાજી થતો નથી,કશું આપતો નથી,કશું લેતો નથી,
કોઈની સ્તુતિ કે નિંદા કરતો નથી,અસ્ત કે ઉદય પામતો નથી,આનંદ કે શોક કરતો નથી.
May 10, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-497
જેમ સૂર્યના તાપથી ઝાંઝવાનું જળ ઉત્પન્ન થાય છે-તેમ,આત્મામાં દેહના અધ્યાસથી સત્તા પામેલી,અને પુણ્ય-પાપ-આદિ અનેક અનર્થોથી ભરેલી,એ રાગ-દ્વેષ-રૂપી ખટપટથી સઘળું જગત ઉત્પન્ન થયું છે.
ચિત્તનો અને અહંકારનો ભેદ કહેવા માત્ર જ છે.વાસ્તવિક રીતે નથી.જે અહંકાર છે તે જ ચિત્ત છે અને જે ચિત્ત છે તે જ અહંકાર છેજેમ,વસ્ત્રનો ક્ષય થતાં,વસ્ત્રનો અને તેના ધોળા-પણાનો ક્ષય થાય છે તેમ,ચિત્ત અને અહંકાર-એ બેમાંથી,એક નો ક્ષય થતાં,બંને નો ક્ષય થાય છે.મોક્ષની બુદ્ધિ,બંધની બુદ્ધિ તથા તૃષ્ણા કે જેઓ ખોટાં જ છે,અને તુચ્છ જ છે,તેઓને ત્યજી દઈને,કેવળ વૈરાગ્ય અને વિવેકથી મન ને ક્ષીણ કરવું જોઈએ.
May 9, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-496
તેમ,આત્મા સર્વદા સર્વ પદાર્થોમાં રહેલો હોવા છતાં,પણ અંતઃકરણના ઉદયથી પ્રગટ થાય છે.
જેમ સત્તા સર્વ પદાર્થોમાં છે તેમ આત્મા સર્વ પદાર્થોમાં છે.
જે,પદાર્થોમાં અંતઃકરણ હોય તો તેમાં એ આત્મા જીવ-રૂપે પ્રતિબિંબ વાળો થાય છે.પણ,પથ્થરમાં અંતઃકરણ નહિ હોવાથી-તે આત્મા તેમાં- જીવ-રૂપે-પ્રતિબિંબ-વાળો થતો નથી.
May 1, 2016
My Hindi-Book-Library-हिंदी बुक लायब्रेरी
Subscribe to:
Posts (Atom)