Jun 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-841

 

અધ્યાય-૧૮૭-અંબાનો અગ્નિમાં પ્રવેશ 


II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे तपसे धृतनिश्चयां I द्रष्ट्वा न्य्वर्त्ययंस्तात् किं कार्यमिति चाब्रुवन् II १ II

ભીષ્મે કહ્યું-'તે પછી,સર્વ તપસ્વીઓ,તપને માટે નિશ્ચયવાળી તે કન્યાને જોઈને તેને તપથી અટકાવતા પૂછવા લાગ્યા કે-'તારે કયું કાર્ય સિદ્ધ કરવું છે?' અંબાએ કહ્યું-'ભીષ્મે મને પતિધર્મથી ભ્રષ્ટ કરીને રઝળતી કરી છે.માટે તે ભીષ્મના વધ માટે મેં આ તપની દીક્ષા ધારણ કરી છે.હું સ્ત્રીપણાથી બહુ કંટાળી ગઈ છું ને પુરુષ જન્મ મેળવવાના નિશ્ચયપૂર્વક ભીષ્મનો બદલો લેવાની ઈચ્છા રાખું છું.માટે તમારે મને આ કાર્યમાં મને અટકાવવી નહિ' ત્યારે,તે મહર્ષિઓની વચ્ચે પાર્વતીપતિ શંકરે પોતાના સ્વરૂપથી દર્શન આપી વર આપતાં કહ્યું કે-'તું ભીષ્મનો વધ કરીશ'

Jun 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-840

 

અધ્યાય-૧૮૬-અંબાની તપશ્ચર્યા 


II राम उवाच II प्रत्यक्षमेतल्लोकानां सर्वेषामेव भाविनि I यथाशक्त्य मया युद्धं कृतं वै पौरषं परम् II १ II

પરશુરામે કહ્યું-'હે ભાવિની કન્યા,આ સર્વ લોકની સમક્ષ મેં મારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીને મારું ઉત્તમ પરાક્રમ કરી દેખાડ્યું છે.મેં સર્વ અસ્ત્રો પ્રગટ કર્યાં છતાં હું ભીષ્મથી ચઢિયાતો થવા સમર્થ થતો નથી.મારી પરમ શક્તિ ને બળ એ જ છે માટે હે કલ્યાણી,હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અથવા બોલ,હું તારું બીજું શું કામ કરું? હું તો કહું છું કે તું ભીષ્મને જ શરણે જા,તે વિના તારી બીજી કોઈ ગતિ નથી.તારું આ કામ કરવા હું અસમર્થ છું.'

Jun 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-839

 

અધ્યાય-૧૮૫-યુદ્ધનિવારણ 


II भीष्म उवाच II ततो हलहलाशब्दो दिवि राजन्महानभूत I प्रस्वापं भीष्म मा साक्षिरीति कौरवनन्दन II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,જેવી મેં 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,ત્યારે તુરત જ આકાશમાં 'હે ભીષ્મ,તમે 'પ્રસ્વાપન'અસ્ત્રને પ્રગટ કરશો નહિ' એવો હલહલાટ થઇ રહ્યો.તો પણ મેં અસ્ત્ર મુકવાની યોજના કરી ત્યારે તુરત જ નારદમુનિએ મને આવીને કહ્યું કે-'હે કૌરવ્ય,આ દેવગણો તમને આ અસ્ત્રનો પ્રયોગ કરવા વારી રહ્યા છે,માટે તમે આ શસ્ત્રનો પ્રયોગ કરો નહિ.પરશુરામ,તમારા ગુરુ,તપસ્વી,બ્રહ્મવેત્તા ને બ્રાહ્મણ છે,માટે તેમનું કોઈ રીતે તમે અપમાન કરો નહિ.'

Jun 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-838

 

અધ્યાય-૧૮૪-પરસ્પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ 


II भीष्म उवाच II ततो रात्रौ व्यतीतायां प्रतिबुद्धोस्मि भारत I ततः संचित्य स्वप्नमवापं हर्षमुत्तमम II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પછી,રાત્રિ વીતી ગઈ ને હું જાગ્રત થયો ત્યારે સ્વપ્ન સંભારીને બહુ આનંદ પામ્યો.તે દિવસે યુદ્ધ ચાલુ થયું ત્યારે પરશુરામ મારા પર બાણોની વૃષ્ટિ કરી એટલે મેં પણ સામે બાણો છોડીને તેનું નિવારણ કરવા માંડ્યું.ક્રોધે ભરાઈને તેમણે,વજ્ર જેવી શક્તિનો મારી હાંસડી પર પ્રહાર કર્યો,જેના ઘામાંથી ભયંકર રુધિરધારા વહેવા લાગી.એટલે મેં પણ સામે સર્પના જેવું ઝેરી બાણ છોડ્યું કે જે તેમના લલાટમાં પેસી ગયું.તેમણે પણ ક્રોધથી કાળના જેવું ભયંકર મારી છાતી પર છોડ્યું કે જેનાથી હું રુધિરથી તળબોળ થઈને જમીન પર પડ્યો.થોડીવારે ભાનમાં આવીને મેં તેમની છાતી પર શક્તિનો પ્રહાર કર્યો,કે જેનાથી તે રામ અત્યંત વિહવળ થઇ ગયા ને કંપી ઉઠ્યા.

Jun 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-837

 

અધ્યાય-૧૮૩-ભીષ્મને પ્રસ્વાપનાસ્ત્રની સ્મૃતિ 


II भीष्म उवाच II ततोऽहं निशि राजेन्द्र प्रणम्य शिरसा तदा I ब्राह्मणानां पितृणां च देवतानां च सर्वशं II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,તે પછી રાત્રે,બ્રાહ્મણોને,પિતૃઓને,દેવ-દેવતાઓને,નિશાચર પ્રાણીઓને અને ક્ષત્રિયોને મસ્તક વડે પ્રણામ કરીને એકાંતમા શયન કરીને મનમાં વિચારવા લાગ્યો કે-'પરશુરામ સાથે મારું આ યુદ્ધ ઘણા દિવસથી ચાલે છે પણ તેમને હું જીતી શકતો નથી,હે દેવતાઓ,જો મારાથી તેમને જીતી શકાય તેમ હો તો મને દર્શન આપો' ત્યારે તે પ્રભાતે જે બ્રાહ્મણો(વસુઓ)એ મારું રક્ષણ કર્યું હતું તેઓએ મને સ્વપ્નમાં દર્શન આપી આશ્વાસન આપ્યું ને કહેવા લાગ્યા કે-

Jun 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-836

 

અધ્યાય-૧૮૨-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II ततः प्रभाते राजेन्द्र सूर्ये विमलतं गते I भार्गवस्य भयासार्ध पुनर्युध्धमववर्तत II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,બીજે દિવસે પ્રભાતમાં સૂર્યનો સ્વચ્છ પ્રકાશ પડતાં જ મારી સાથે પરશુરામનું યુદ્ધ શરુ થયું.

પરશુરામે રથમાં સ્થિર બેસી,જેમ,મેઘ પર્વત પર વૃષ્ટિ કરે તેમ મારા પર બાણસમૂહની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોથી મારો સારથી ઘવાયો ને જમીન પર ગબડી પડ્યો.ને થોડા જ સમયમાં તેણે પ્રાણ છોડી દીધા.મારા સારથિના મરણથી,હું ઉન્મત્ત જેવો થઇ ગયો ને રામના પર બાણ ફેંકવા લાગ્યો.તે વખતે રામે એક મૃત્યુતુલ્ય બાણ મારા પર છોડ્યું,રુધિરપાન કરનારું તે બાણ મારી છાતીમાં વાગ્યું ને મારી સાથે જ તે જમીન પર ઢળી પડ્યું.

Jun 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-835

 

અધ્યાય-૧૮૧-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II समागतस्य रामेण पुनरेवातिदारुण I अन्येद्युतमूलं युद्धं तदा भरतसत्त II १ II

ભીષ્મે  કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,બીજે દિવસે પણ મારો રામની સાથે સમાગમ થતાં પુનઃ અમારી વચ્ચે અતિભયંકર તુમુલ યુદ્ધ થયું.દિવ્યાસ્ત્રને જાણનારા ધર્માત્મા પરશુરામ રોજ રોજ મારા પર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યા.ને હું પણ પ્રાણોની દરકાર ન કરતાં તે અસ્ત્રોને અટકાવતાં,અસ્ત્રોથી નાશ પમાડવા લાગ્યો.પરશુરામનાં લગભગ બધાં જ અસ્ત્રો રોકાઈ જવાથી તેમણે છેવટે અગ્નિ જેવી પ્રજ્વલિત,પ્રદીપ્ત અણીવાળી શક્તિ મારા પર મૂકી,પણ જેને મેં મારા બાણોથી ટુકડા કરી જમીન પર પાડી દીધી.ત્યારે પરશુરામે ક્રોધે ભરાઈને બીજી ભયંકર બાર શક્તિઓ મારા પર ફેંકી.અત્યંત પ્રકાશમાન તે શક્તિઓને જોઈને પ્રથમ તો હું ગભરાયો,પણ તેની સામે બાર બાણ મૂકીને તે શક્તિઓનો નાશ કર્યો.

Jun 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-834

અધ્યાય-૧૮૦-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II आत्मनस्तु ततः सुतो हयानां च विशांपते I मम चापनयामास शल्यान्कुलसंमतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,યુદ્ધ બંધ પડ્યા પછી,મારા સારથિએ મારા ને તેના પોતાના શરીરમાં પેસેલાં બાણોને કાઢી નાખ્યાં,ને ઘોડાઓને નવરાવીને બીજા દિવસ માટે તૈયાર કરી દીધા.બીજા દિવસે પરશુરામે બાણોનો વરસાદ કર્યો,કે જેને મેં રસ્તામાં જ કાપી નાખ્યા.પછી,તેમણે દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો પણ તે અસ્ત્રોને પણ મેં અટકાવ્યા કેમકે ગુરુ કરતાં અધિક અસ્ત્રક્રિયા દર્શાવવાની મારી ઈચ્છા હતી.તે પછી,મેં વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો કે જેનો તેમણે ગુહ્યકાસ્ત્રથી નાશ કર્યો.મારા આગન્યાસ્ત્રનું તેમણે વારુણાસ્ત્રથી વારણ કર્યું.

Jun 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-833

 

અધ્યાય-૧૭૯-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ 


II भीष्म उवाच II तमहं स्मयन्निव रणे प्रत्यभाषं व्यवस्थितम् I भूमिष्ठं नोत्सहे योद्धुं भवंतं रथमास्थितः II १ II

ભીષ્મે કહ્યું-પછી,રણભૂમિ પર સ્થિર થઈને ઉભા રહેલા પરશુરામને મેં કંઈક ગર્વિત વાણીથી કહ્યું કે-'રથમાં બેઠેલો હું,ભૂમિ પર ઉભા રહેલા એવા તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી,માટે હે રામ,તમે જો મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો,શરીર પર બખ્તર ધારણ કરો ને રથમાં વિરાજો' તે સાંભળી પરશુરામ બોલ્યા કે-'હે ભીષ્મ,પૃથ્વી મારો રથ છે,વેદો મારા ઘોડાઓ છે,વાયુ મારો સારથિ છે અને વેદમાતાઓ (ગાયત્રી-સાવિત્રી-સરસ્વતી)મારુ બખ્તર છે.આમ કહીને તેમણે મને મોટા બાણસમૂહથી ચારે બાજુથી ઢાંકી દીધો.

May 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-832

 

ભીષ્મે કહ્યું-'હે બ્રહ્મન,આગળ એણે જ મને કહ્યું હતું કે તે શાલ્વ પર પ્રીતિવાળી છે,ને તેથી મેં તેને જવાની આજ્ઞા આપી હતી,ને તે શાલ્વ પ્રતિ ચાલી ગઈ,તેમાં મારો શો દોષ? હું ભયથી,દયાથી,ધનલોભથી અથવા કામનાથી ક્ષાત્રધર્મનો ત્યાગ નહિ કરું.'

પરશુરામે કહ્યું-'હે ભીષ્મ,તું મારા કહેવા પ્રમાણે નહિ કરે તો આજે હું અમાત્યો સહિત તારો નાશ કરીશ'

ભીષ્મે કહ્યું-'હે ભગવન,હું તમારા પ્રત્યે ગુરૂભાવને વિચારીને તમને પ્રાર્થના કરું છું-મેં એકવાર આ કન્યાનો ત્યાગ કર્યો છે એટલે તેને હું સ્વીકારીશ નહિ.હું સ્વધર્મનો ત્યાગ કરીશ નહિ.માટે તમે પ્રસન્ન થાઓ,ક્રોધ કરો કે તમારે જે કરવું હોય તે કરો.

May 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-831

 

અધ્યાય-૧૭૮-પરશુરામ ને ભીષ્મ યુદ્ધ કરવા કુરુક્ષેત્રમાં ગયા


II भीष्म उवाच II एवमुक्तस्तदा रामो जहि भीष्ममिति प्रभो I उवाच रुदतीं कन्यां चोदयंति पुनः पुनः II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,કન્યાએ એ પ્રમાણે કહ્યું અને તે 'ભીષ્મને મારો' એમ વારંવાર પરશુરામને પ્રેરણા કરીને રડવા લાગી ત્યારે રામે તેને કહ્યું કે-હે કાશીરાજની પુત્રી,હું બ્રહ્મવેત્તા બ્રાહ્મણોના કાર્ય વિના ને બ્રાહ્મણોની આજ્ઞા વિના,પોતાની ઈચ્છાથી શસ્ત્રો ગ્રહણ કરતો નથી.પણ,તે ભીષ્મ જરૂર મારી વાણીને અધીન થશે,ને હું તારું કામ કરી આપીશ.તે ભીષ્મ,મસ્તક વડે વંદન કરવા યોગ્ય છે છતાં મારી વાણીથી તારા બંને ચરણોમાં વંદન કરશે.

May 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-830

 

અધ્યાય-૧૭૭-અંબા અને પરશુરામનો સંવાદ 


II अकृतव्रण उवाच II दुःखद्रयमिहं भद्रे कतस्य चित्तर्षसि I प्रतिकर्तव्यमचसे तत्वं वत्से वदस्व मे II १ II

અકૃતવણે કહ્યું-હે કલ્યાણી,હમણાં તને બે દુઃખ છે,તેમાંથી તું કયા દુઃખનો ઉપાય ઈચ્છે છે તે તું મને કહે.જો શાલ્વ તારી સાથે લગ્ન કરે તેવી તારી ઈચ્છા હોય તો પરશુરામ તેને તેવી આજ્ઞા તેને કરશે અને જો ભીષ્મને રણમાં હારેલા જોવા ઇચ્છતી હશે તો પણ ભૃગુવંશી રામ તેમ કરે તેમ છે,માટે તેનો તારે આજે જ વિચાર કરવા યોગ્ય છે.

May 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-829

 

અધ્યાય-૧૭૬-હોત્રવાહન અને અંબાનો સંવાદ 


II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे कार्यवंतोभवंस्तदा I तां कन्यां चितयंतस्ते किं कार्यमिति धर्मिणः  II १ II

ભીષ્મે કહ્યું-તે પછી સર્વ ધર્મિષ્ઠ તપસ્વીઓ 'તે કન્યા માટે શું કરવું?' તેનો વિચાર કરવા લાગ્યા.કેટલાએકે કહ્યું-'એ કન્યાને એના બાપને ઘેર લઇ જાઓ' કેટલાએકે મને ઠપકો આપવાનો વિચાર જણાવ્યો.કેટલાએકે શાલ્વને સોંપી દેવાનું કહ્યું.આ પ્રમાણે મતભેદ થયો ત્યારે તપસ્વીઓએ ફરીથી અંબાને કહ્યું કે-'હે રાજપુત્રી તું સુકુમાર ને કુંવારી છે,તેથી આ સંન્યાસમાર્ગ દુઃખદાયક થશે.આ નિર્જન ગહન વનમાં તને એકલી જોઈને રાજાઓ તારી માગણી કરશે,માટે તું વનમાં રહેવાનો વિચાર માંડી વાળ.'

તેમ છતાં અંબા તેના તપ કરવાના નિશ્ચય પર અટલ રહી.

May 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-828

 

અધ્યાય-૧૭૫-અંબાને શાલ્વ રાજાએ પણ સ્વીકારી નહિ


II भीष्म उवाच II ततोऽहं समनुज्ञाप्य कालीं गन्धवतीं तदा I मंत्रिणश्चर्त्विज श्चैव तथैव च पुरोहितान् II १ II

ભીષ્મે કહ્યું-તે પછી,મેં સત્યવતીની,મંત્રીઓની,ઋત્વિજોની અને પુરોહિતોની સંમતિ લઈને,તે અંબાને જવાની આજ્ઞા આપી,

ત્યારે તે અંબા શાલ્વરાજ પાસે જઈને તેને કહેવા લાગી કે-હે રાજન,હું તમારી પાસે આવી છું,મારો સ્વીકાર કરો'

તે સાંભળી શાલ્વરાજ હસતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હું બીજા પુરુષને માટે હરણ કરાયેલી તને હવે ભાર્યા તરીકે 

સ્વીકારવા તૈયાર નથી.તું પાછી ભીષ્મ પાસે જા.ભીષ્મ યુદ્ધમાં રાજાઓને હરાઈને તારો હાથ પકડી તને લઇ ગયા હતા,ને તું પ્રીતિથી ગઈ હતી,માટે હવે હું પ્રથમ બીજાએ ગ્રહણ કરેલી તને ભાર્યા કરવા ઈચ્છતો નથી.(9)

May 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-827

 

અંબોપાખ્યાન પર્વ 

અધ્યાય-૧૭૩-કાશીરાજની કન્યાઓનું અપહરણ 


II दुर्योधन उवाच II किमर्थ भरतश्रेष्ठ नैव हन्याः शिखण्डिनं I उद्यतेशुमथो द्रष्टा समरेष्वाततायिनम् II १ II

દુર્યોધને પૂછ્યું-હે ભરતશ્રેષ્ઠ,તમે શસ્ત્રથી સજ્જ થયેલા શિખંડીને,સંગ્રામમાં બાણ ઉગામી સામે આવેલો જોયા છતાં શા માટે તેને મારશો નહિ?તમે તો પ્રથમ કહ્યું હતું કે સોમકો સાથે પાંચાલોને મારીશ,તો આ પાંચાલ શિખંડીને કેમ નહિ મારો?

ભીષ્મે  કહ્યું-હે દુર્યોધન,મારા પિતા શાંતનુ મરણ પામ્યા ત્યારે મેં મારી પ્રતિજ્ઞા પાળીને ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.

જયારે ચિત્રાંગદ મરણ પામ્યો ત્યારે વિચિત્રવીર્ય નાનો હતો છતાં મેં તેનો રાજ્યાભિષેક કર્યો.પછી યોગ્ય કુળની કન્યા સાથે તેનાં લગ્ન કરવાની વાત મેં મન પર લીધી.એટલામાં મેં સાંભળ્યું કે-કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા,અંબિકા ને અંબાલિકા નો સ્વયંવર થાય છે.ત્યારે હું માત્ર એક રથ લઈને કાશીરાજની નગરીમાં ગયો.